બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 100 plus police officer reported corona positive in last three days in Gujarat

ભયજનક / ગુજરાત પોલીસ પર કોરોનાની માઠી નજર, અમદાવાદમાં 3 દિવસમાં 100થી વધુ કર્મી કોરોનાગ્રસ્ત

Gayatri

Last Updated: 05:23 PM, 4 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે એમાંય અમદાવાદ તો જાણે કોરોનામાં પણ નંબર વન બનવાની હઠ પકડી હોય તેમ કોરોનામાં પણ નંબર વન પર રહ્યુ છે ત્યારે શહેરમાં પોલીસનું કોરોના ટેસ્ટિગ કરવામાં આવી રહ્યુ છે જેમાં 3 દિવસમાં 100થી વધુ પોલીસકર્મી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

  • 14 હજાર પોલીસ જવાનનું થઈ રહ્યું છે ટેસ્ટિંગ
  • 3 દિવસમાં 100 થી વધુ પોલીસકર્મીને થયો કોરોના 
  • પોલીસકર્મીઓમાં સંક્રમણને લઇ JCP દ્વારા નિરીક્ષણ

કોરોનાના કહેર વચ્ચે સૌથી વધારે ફ્રન્ટલાઈન વોરિર્યસ જ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેવામાં શહેર પોલીસ દ્રારા કોર્પોરેશનની હેલ્થ ટીમને સાથે રાખીને ટેસ્ટીંગ શરૂ કર્યુ છે. તમામ શહેર પોલીસનું ટેસ્ટીંગનું આયોજન ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવ્યુ છે. 

3 દિવસમાં 100 થી વધુ પોલીસકર્મીને થયો કોરોના 

અર્બન હેલ્થ સેન્ટરમાં અમદાવાદના શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર અજય ચૌધરી દ્વારા અમદાવાદ પોલીસના થઈ રહેલા કોરોના ટેસ્ટનું નિરિક્ષણ કરી અને શહેરમાં  3074 ટેસ્ટીંગ કરાયુ જેમાંથી 122 પોલીસકર્મીઓ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં સક્રમણની વચ્ચે પોલીસ કર્મીઓ કામગીરી કરી રહ્યા છે જેથી તેમને યોગ્ય સારવાર મળે અને તેઓ પોતાની ફરજ બજાવી શકે તે માટે આ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યુ છે.

અગાઉ 976 સંક્રમિત પોલીસકર્મીમાંથી  872 સાજા થયા હતા. પોલીસને ફિટ અને સુરક્ષિત રાખવા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 

રાજ્યમાં કોરોનાનો આતંક

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14913 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.16 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,735 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 80,33,388 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં થયેલા મોતના આંકડા 

અમદાવાદમાં 10 દિવસમાં 117 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 4031 મોતમાંથી એકલા અમદાવાદમાં 2087 દર્દીઓના મોત થયા છે.

તારીખ મોત
2020-11-23 13
2020-11-24 12
2020-11-25 9
2020-11-26 12
2020-11-27 10
2020-11-28 10
2020-11-29 11
2020-11-30 13
2020-12-1 10
2020-12-2 8
2020-12-3 9

અમદાવાદ જિલ્લામાં 336 કેસ આવતા ચિંતા વધી 

આજે અમદાવાદ શહેરમાં 314, અમદાવાદ જિલ્લામાં 22, સુરત શહેરમાં 207, સુરત જિલ્લામાં 39, વડોદરા શહેરમાં 142, વડોદરા જિલ્લામાં 42, રાજકોટ શહેરમાં 93, રાજકોટ જિલ્લામાં 48, ગાંધીનગર શહેરમાં 25, ગાંધીનગર જિલ્લામાં 47 તો ઉત્તર ગુજરાતના મહેસાણામાં નવા 69 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે.

અમદાવાદમાં કોરોનાથી થતાં મોતનો આંકડો ચિંતાજનક 

03/12/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 336
સુરત 246
વડોદરા 184
ગાંધીનગર 72
ભાવનગર 20
બનાસકાંઠા 36
આણંદ 20
રાજકોટ 141
અરવલ્લી 9
મહેસાણા 69
પંચમહાલ 23
બોટાદ 4
મહીસાગર 16
ખેડા 39
પાટણ 42
જામનગર 42
ભરૂચ 23
સાબરકાંઠા 22
ગીર સોમનાથ 9
દાહોદ 24
છોટા ઉદેપુર 2
કચ્છ 30
નર્મદા 17
દેવભૂમિ દ્વારકા 4
વલસાડ 6
નવસારી 6
જૂનાગઢ 23
પોરબંદર 3
સુરેન્દ્રનગર 15
મોરબી 29
તાપી 1
ડાંગ 0
અમરેલી 27
અન્ય રાજ્ય 0

સંકળાયેલા મુદ્દાઓ

Police coronavirus in Ahmedabad gujarat અમદાવાદ ગુજરાત પોલીસ coronavirus in Ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ