જાપાનમાં આકાશી આફત! ભારે વરસાદથી અત્યાર સુધીમાં 100ના મોત, PMએ પ્રવાસ કર્યા રદ

By : hiren joshi 09:04 AM, 10 July 2018 | Updated : 09:04 AM, 10 July 2018
- પુરથી અંદાજિત 40 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે
- 54000થી વધુ જવાનોને રાહત કામગીરીમાં લગાવવામાં આવ્યા.
ટોક્યોઃ દક્ષિણ અને પ.જાપાનમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હ્યોગો, ઓકાયામા, ક્યોટો, જિફૂ, કુકુઓકા, નાગાસાકી, સાગા, કોચી, યામાગુચી, હિરોશિમા અને ટોટ્ટોરી ક્ષેત્રમાં પરિસ્થિતિ બેકાબૂ છે. મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનથી આ રાજ્યોમાં મરનારાઓનો આંકડો 100 સુધી પહોંચ્યો છે. 58થી વધુ લોકો હજુ લાપતા છે.

પીએમ શિંજો આબેએ પોતાના તમામ વિદેશ પ્રવાસને પદ કરી દીધા છે. તેઓ ખુદ અભિયાન પર નજર રાખી રહ્યા છે. રાહત અભિયાનથી જોડાયેલ ઓફિસના જણાવ્યા અનુસાર, અંદાજિત 40 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. 54000થી વધુ જવાનોને રાહત અભિયાનમાં લગાવ્યા છે.

હવામાન વિભાગે પ.જાપાનના કેટલાક વિભાગોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી જણાવી છે. નાગાસાકી, સાગા અને હિરોશિમામાં પરિવહન સેવાઓ બંધ થઇ ગઇ છે. રસ્તા પર કેટલાક ફુટ સુધી પાણી ભરાઇ ગયું છે. મેટ્રો અને ટ્રેનો રોકી દેવામાં આવી છે.

ઉવાઝિમામાં 364 મિમી વરસાદઃ ઉવાજિમા શહેરમાં રવિવારે બે કલાકમાં 364 મિમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ જુલાઇમાં થનાર વરસાદના 1.5 ગણી વધુ છે. છેલ્લા પાંચ દિવસોમાં હિરોશિમાં 42 અને એહિમે શહેરમાં 23ના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકોના જીવ હ્યોગો, ઓકાયામા, ક્યોટો, જિફૂ, કુકુઓકા, નાગાસાકી, સાગા, કોચી, યામાગુચી અન ટોટ્ટોરીમાં થયા છે.Recent Story

Popular Story