બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BZ કંપની જેવો કડીમાં કાંડ! શિક્ષક દંપતી-બનેવીએ 100 કરોડનું કરી નાખ્યું, આવી રીતે લોકોને ચુંગાલમાં લીધા
Last Updated: 10:50 AM, 3 December 2024
મળતી માહિતી મુજબ કડીના એક યુવક દ્વારા ત્રણ ઇસમ સામે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કડીમાં રહેતા હાર્દિક પટેલે ફરિયાદમાં લખાવેલ માહિતી મુજબ શોભાસણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં દંપતી અને તેના બનેવીએ 8 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. જે મામલે શોભાસણ પ્રાથમિક શાળામાં શિક્ષક સુધાબેન કનૈયાલાલ પટેલ અને તેમના પતિ કનૈયાલાલ મણિલાલ પટેલ તેમજ કનૈયાલાલ પટેલના બનેવી કનૈયાલાલ શાકાભાઈ પટેલ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
ADVERTISEMENT
વિશ્વાસમાં લઇને વિશ્વાસધાત
શિક્ષક દંપતી ધરતી સીટીની બહાર ઓફિસ ખોલીને બેઠા હતા. આજ વિસ્તારમાં ફરિયાદી રહેતા હતા. ત્યારે બંનેનો સંપર્ક થતતા તેમણે કનૈયાલાલે હાર્દિકભાઇને તમાકુનો વેપારધંધો કરતો હોવાનું જણાવ્યું હતુ. અને રોકાણથી નફો કરી આપવા માટે 4 લાખ રૂપિયા હાર્દિક પાસેથી લીધા હતા. જેના થોડાક સમય બાદ 72 હજારનો નફો કમાઇને આપ્યો હતો. આવી રીતે કનૈયાલાલ અને તેના બનેવીએ અન્ય લોકોને પણ રોકાણ કરવાની લાલચ આપી હતી અને કહ્યું હતું કે તમારા રોકાણ મુજબ દસ્તાવેજમાં ભાગ રહેશે એવું જણાવી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જમીનની ખરીદી કરી એમાં સારો નફો આપવાની વાત કહી કેટલાક લોકોને ફસાવ્યા હતા.
ADVERTISEMENT
8.50 કરોડનું રોકાણ કર્યું
એક વાર 72 હજારનો નફો થઇ ગયા બાદ હાર્દિક પટેલે તેના અલગ અલગ મિત્રો પાસેથી રૂપિયા લાવીને રોકાણ કર્યું હતુ. જેમાં તેણે કનૈયાલાલ અને તેના બનેવી અને પત્નીને રૂપિયા 8 કરોડ 58 લાખ જેટલી રકમ આપી હતી. જે બાદ નક્કી કરેલ સમયે તેને વળતર અને મુડી ન મળતા પૈસા પાછા માંગતા આ ત્રણેય જણા હાર્દિકભાઇને વાયદા આપતા હતા. અને પૈસા લેવા પહોંચ્યા તો કનૈયાલાલની પત્ની સુધાબેન ધાકધમકી આપતા હતા.
50થી વધુ લોકો પાસેથી 125 કરોડ રૂપિયા ઉધરાયા
આ મામલે હાર્દિક પટેલે જાતે જ તપાસ શરૂ કરી હતી, જેથી કનૈયાલાલ મણિલાલ પટેલે ગાંધીનગરના રતનપુર ખાતે અલગ-અલગ જમીનો લીધેલી હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં તેણે વિશાખા ગ્રુપમાં પણ રોકાણ કર્યું છે એવું અને તેમના મૂળ વતનમાં એક મિલ, ખંડેરાપુરા અને સતલાસણા ગામે જમીન તેમજ ધરતી સિટીમાં એક મકાનની પણ ખરીદી કરી છે એવો ઘટસ્ફોટ થયો હતો. તો અન્ય 50થી વધુ લોકો પાસેથી 100થી 125 કરોડ રૂપિયા લીધેલા હોવાનું જાણવા મળતાં હાર્દિક પટેલે 15 દિવસ પૂર્વે કડી પોલીસ મથકે આ ત્રણેય સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ બાબતે મહેસાણા LCB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
શિક્ષક દંપતીને સન્માનપત્ર મળ્યો છે
આ છેતરપિંડીની સમગ્ર ઘટના બહાર આવતાં કડી તેમજ પંથકની અંદર ચકચાર વ્યાપી ગયો હતો. ભૂતકાળમાં આ શિક્ષક દંપતીને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યો હતો, સાથે સાથે ગુજરાત રાજ્યના મંત્રી ડો. કુબેર ડિંડોર દ્વારા પણ આ શિક્ષક દંપતીને સન્માનપત્ર મોકલી આપવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.