બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ભારતના આ વિસ્તારમાં એકસાથે 10 ગામડાઓ ખાલી કરી દેવાયા, કરાયું 10 હજાર લોકોનું સ્થળાંતર, જાણો કારણ
Last Updated: 09:26 AM, 24 July 2024
Odisha Missile Test : DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બુધવારે (24 જુલાઈ) ઓડિશાના બાલાસોરમાં મિસાઇલ પરીક્ષણ કરશે. મિસાઇલ પરીક્ષણ પહેલા 10 ગામોના 10,000 થી વધુ લોકોને અસ્થાયી રૂપે અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. એક સંરક્ષણ સૂત્રએ મંગળવારે (23 જુલાઈ) કહ્યું કે, DRDOએ ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે મિસાઈલ પરીક્ષણ માટે જરૂરી તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે. એવું કહેવામાં આવ્યું હતું કે, આ પરીક્ષણ ITRની લોન્ચ સાઇટ નંબર-3 પરથી કરવામાં આવશે.
ADVERTISEMENT
10 ગામના લોકોનું સ્થળાંતર
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર એક મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું કે, બાલાસોર જિલ્લા પ્રશાસને મિસાઈલ પરીક્ષણ પહેલા પ્રક્ષેપણ સ્થળના 3.5 કિમીની ત્રિજ્યામાં સ્થિત 10 ગામોમાંથી 10,581 લોકોને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કરવાની વ્યવસ્થા પૂર્ણ કરી છે. કહેવામાં આવ્યું હતું કે, આ સંદર્ભે સુરક્ષાના પગલા તરીકે અસરગ્રસ્ત લોકોને પૂરતું વળતર આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
કેમ્પમાં રહેવા માટે આદેશ
ADVERTISEMENT
મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ઠાકરે અને પોલીસ અધિક્ષક સાગરિકા નાથની હાજરીમાં આ વિસ્તારમાં રહેતા લોકોને નજીકના અસ્થાયી આશ્રય કેન્દ્રોમાં સરળતાથી સ્થાનાંતરિત કરવા માટે પ્રારંભિક બેઠક યોજી હતી. જિલ્લા વહીવટીતંત્રે આ ગામોના લોકોને બુધવારે સવારે 4 વાગ્યા સુધીમાં તેમના ઘર છોડવા અને પરીક્ષણ પૂર્ણ થયા પછી જાહેરાત ન થાય ત્યાં સુધી કેમ્પમાં રહેવા કહ્યું છે.
ADVERTISEMENT
વળતરની રકમ બેંક ખાતામાં જમા થશે, દરેક કેમ્પમાં 10 અધિકારીઓ તૈનાત
અધિકારીએ કહ્યું કે, શિબિરમાં આવનારા લોકો માટે નક્કી કરાયેલ વળતરની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જિલ્લા મહેસૂલ અધિકારીએ કહ્યું કે, બાલાસોર જિલ્લા વહીવટીતંત્રે લોકોને નજીકની શાળાઓ, બહુહેતુક ચક્રવાત પુનર્વસન કેન્દ્રો અને અસ્થાયી તંબુઓમાં રહેવાની વ્યવસ્થા કરી છે. પ્રશાસન મિસાઈલ પરીક્ષણ વિસ્તારમાં સુરક્ષાને લઈને સંપૂર્ણ તકેદારી લઈ રહ્યું છે. આ સંદર્ભે લોકોની મદદ માટે દરેક કેમ્પમાં ઓછામાં ઓછા 10 સરકારી અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 પોલીસ ટુકડીઓ (દરેક ટુકડીમાં 9 કર્મચારીઓ) કેમ્પમાં લોકોને મદદ કરવા માટે તૈનાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
હવે જાણો લોકોએ શું આક્ષેપ કર્યો?
ADVERTISEMENT
મિસાઈલ પરીક્ષણને લઈને ટ્રાન્સફર કરવામાં આવતા લોકોમાં ગુસ્સો છે. તેમનું કહેવું છે કે, પ્રશાસન અમને ઓછું વળતર આપી રહ્યું છે. આ સંદર્ભે ગ્રામજનોએ ADM બાલાસોરને આવેદનપત્ર પણ આપ્યું છે. હકીકતમાં લોકોએ આરોપ લગાવ્યો છે કે, તેમને આપવામાં આવેલી વળતરની રકમ લાંબા સમયથી બદલવામાં આવી રહી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.