Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં એક મદરેસામાં બ્લાસ્ટ 12 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં એક મદરેસામાં બ્લાસ્ટ  12 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
શ્રીનગરઃ કાશ્મીરના પુલવામામાં મદરેસાની અંદર બ્લાસ્ટ થતા અંદાજિત દસથી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટનું કારણ જાણવા મળ્યું નથી. આ બ્લાસ્ટ નારબલ વિસ્તારના કાકપોરાના એક પ્રાઇવેટ સ્કૂલમાં થતયો છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મળતી માહિતી અનુસાર ફલાહી-એ-મિલાત નામના મદરેસામાં શંકાસ્પદ પરિસ્થિઓમાં એ સમયે બ્લાસ્ટ થયો જ્યા ત્યાં બાળકો ભણી રહ્યા હતા. પોલીસે બ્લાસ્ટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પીએચસી કાકપોરામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

શાળાના શિક્ષકનું નિવેદન
આ બ્લાસ્ટ બાદ શાળાના શિક્ષક જાવેદ અહમદે કહ્યું કે હું જ્યારે શાળામાં ભણાવી રહ્યો હતો ત્યારે અચાનકથી એક જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો. તેમણે કહ્યું કે હું હજી નક્કી નથી જણાવી શકતો કે કેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે.

જમ્મૂ કાશ્મીર પોલીસનું નિવેદન
આ બ્લાસ્ટ અંદાજિત 2 કલાક અને 30 મિનીટે પુલવામામાં એક પ્રાઇવેટ શાળાના ક્લાસ રૂમની પાસે થયો. આ દરમિયાન 12 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે જેઓની સ્થિતિ હાલ સ્થિર છે. ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ