બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10 people seriously injured in an accident at KEMO Steel Industry in Anjar, Kutch
Priyakant
Last Updated: 09:23 AM, 15 January 2024
ADVERTISEMENT
Kutch News : કચ્છના અંજારથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અંજારના બૂઢારમોરા માં KEMO Steel કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી છે. વિગતો મુજબ સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ 1 નું મોત થયું તો 4 ની હાલત અત્યંત નાજુક હોવાના કારણે તેઓને તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા છે. આ તરફ સ્ટીલ પીગળાવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ સાથે મજૂરોનાં શરીરમાં અત્યંત ગંભીર ઈજાઓ હોવાનું પણ ખૂલ્યું છે.
વધુ વાંચો: ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા 2ના મોત, 3 ગંભીર, સામે આવ્યો FSL રિપોર્ટ
ADVERTISEMENT
કચ્છના અંજારના બૂઢારમોરામાં આવેલ KEMO Steel કંપનીમાં દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ સ્ટીલ પિગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા દુર્ઘટના સામે આવી હતી. જેમાં ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તરફ ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. પ્રાથમિક વિગતો મુજબ અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને લઈ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.