બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:57 PM, 16 January 2025
શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે. તો બીજી તરફ કેટલાક એવા શેર છે જે રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થયા છે. આ શેરમાં રોકાણ કરીને રોકાણકારોએ સારું વળતર મેળવ્યું છે. આજે અમે તમને કેટલાક એવા પેની શેર વિશે જણાવી રહ્યા છીએ જેમણે માત્ર એક વર્ષમાં જ મજબૂત વળતર આપ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શ્રી અધિકારી બ્રધર્સ ટીવીના શેરે એક વર્ષમાં 20,000% સુધીનું મજબૂત વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 3.50 રૂપિયાથી વધીને વર્તમાન 722.55 રૂપિયા થઈ ગઈ.
આયુષ વેલનેસ લિમિટેડના શેરે એક વર્ષમાં 2000% વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન, તેની કિંમત 4 રૂપિયાથી વધીને 86.70 રૂપિયા થઈ ગઈ.
હેલ્ધી લાઈફ એગ્રીટેક લિમિટેડના શેરે એક વર્ષમાં ૧૪૦૦% નું મજબૂત વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 5 રૂપિયાથી વધીને 90 રૂપિયા થઈ ગઈ.
કંપનીના શેર એક વર્ષમાં 13 રૂપિયાથી વધીને 185.90 રૂપિયા થયા. આ સમયગાળા દરમિયાન વેન્ટેજ નોલેજ એકેડેમી લિમિટેડે 1300% સુધીનું મલ્ટિબેગર વળતર આપ્યું છે.
માર્સન્સના શેરે વાર્ષિક ધોરણે ૧૨૦૦% વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 13 રૂપિયાથી વધીને 179.25 રૂપિયા થઈ ગઈ.
એસ એન્જીટેકના શેરે એક વર્ષમાં 1000% વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 19.76 રૂપિયાથી વધીને વર્તમાન 202.85 રૂપિયા થઈ ગઈ.
એક વર્ષમાં BITS નો સ્ટોક 2 રૂપિયાથી વધીને 18.27 રૂપિયા થયો છે. આ સમયગાળા દરમિયાન તેણે 774% નું મજબૂત વળતર આપ્યું છે.
તારાપુર ટ્રાન્સફોર્મરના શેરે એક વર્ષમાં 650% સુધીનું વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 6 રૂપિયાથી વધીને 45 રૂપિયા થઈ ગઈ છે.
એક વર્ષમાં એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના શેર 6 રૂપિયાથી વધીને 42.94 રૂપિયા થયા છે. આ સમયગાળા દરમિયાન તેણે 580% નું મજબૂત વળતર આપ્યું છે.
વધુ વાંચો : શેર માર્કેટ મૂડમાં! સેન્સેક્સ 318 અંકના વધારા સાથે બંધ, જાણો કયા શેરોમાં રોનક?
એક વર્ષમાં રોયલ ઇન્ડિયા કોર્પોરેશનના શેર રૂ.3.65 થી વધીને રૂ. 24.01 થયા. આ સમયગાળા દરમિયાન તેણે 560% સુધીનું વળતર આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.