10 લાખથી વધારે ભારતીયોની પર્સનલ જાણકારી જોખમમાં!

By : krupamehta 06:19 PM, 14 March 2018 | Updated : 06:20 PM, 14 March 2018
બેંક અકાઉન્ટ, ફોન નંબરથી લઇને ગેસ કનેક્શન સુધી તમારે આધાર કાર્ડ લિંક કરવા માટેના ફોન આવી રહ્યા હશે. આ બધા વચ્ચે એક એવા સમાચાર આવ્યા છે જે તમારો હોંશ ઊડાવી શકે છે. લગભગ 10 લાખથી વધારે ભારતીયોની પર્સનલ જાણકારી હવે ખતરામાં છે. એનું કારણ જણાવવામાં આવ્યું છે આધાર એપ! હકીકતમાં ફ્રાંસના એક ટેકનિકલ એક્સપર્ટે આધાર કાર્ડની એન્ડ્રોઇડ એપને 1 મિનીટમાં હેક કરવાની આ ચેતવણી આપી છે. 

એક્સપર્ટે આ પોસ્ટમાં લખ્યું છે કે કેવી રીતે 1 મિનીટમાં આધાર એપના પાસવર્ડ પ્રોટેક્શનને બાયપાસ કરવામાં આવે. How to bypass the password protection of the official #Aadhaar #android #app in 1 minute

એક વેબસાઇટ અનુસાર આ પોસ્ટમાં એન્ડરેશને આધાર એપની ઘણી ખામીઓ દેખાડી છે. આટલું જ નહીં એન્ડરેસને આધાર ઉપરાંત બીસએનએલ, પેટીએમ અને ઇન્ડિયન પોસ્ટલ સર્વિસની એપ્સની પણ ઘણી ખામીઓ દેખાડી છે. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પહેલા આ વ્યક્તિ સરળતાથી 20 હજારથી પણ વધારે ભારતીયોના આધારને એક્સેસ કરી ચુક્યો છે. આ આધાર એને મેન્યુઅલ સર્ચમાં જ મળી ગયા હતા. મેન્યુઅલ સર્ચ દરમિયાન 3 કલાકથી પણ ઓછા સમયમાં 20 હજારથી વધારે આધાર કાર્ડ મળ્યા છે. આ બધા પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. એના માટે કોઇ પણ પ્રકારની હેકિંગની આવશ્યક્તા જ નથી. આ કોઇ પણ વ્યક્તિ માટે ખુલેલા છે. 

ગૂગલ પ્લેના જણાવ્યા અનુસાર આધાર એપના આશરે 10 લાખ 20 હજાર યૂઝર છે. એવામાં જો આ એપ હેક કરવામાં આવે છે તો આટલા લોકોની પર્સનલ જાણકારી જોખમમાં પડી શકે છે. 
 Recent Story

Popular Story