તપાસ /
મુન્દ્રા પોર્ટ પરથી ભંગારના 10 કન્ટેનરમાંથી મળી એવી સમાગ્રી, તપાસ એજન્સીઓ થઈ ગઈ દોડતી
Team VTV12:38 PM, 28 Jan 22
| Updated: 12:38 PM, 28 Jan 22
કચ્છના મુંદ્વા પોર્ટ પર 10 કન્ટેનરમાં પાકિસ્તાનની સેનાની સામગ્રી મળી આવતા આ મુદ્દે સુરક્ષા એજન્સીઓ વધુ તપાસ હાથ ધરી છે.
મુંદ્રા પોર્ટથી મળી પાક આર્મીની સામગ્રી
10 કન્ટેનરમાંથી પાક સેનાની સામગ્રી મળી
આફ્રિકાથી આયાત કરેલા ભંગારમાં મળી સામગ્રી
પાક લશ્કર સંબંધિત સામગ્રી નીકળતા સુરક્ષા એજન્સીઓ અલર્ટ
કચ્છના મુન્દ્રા પોર્ટ પર શંકાસ્પદ 10 કન્ટેનરમાંથી ભંગારના સામાન વચ્ચેથી પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતાં સામગ્રી મળી આવતાં સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ હતી. બીજી બાજુ હવે કસ્ટમ ,એનસીબી સાથે સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં હાથ ધરી છે. આ પાકિસ્તાની કન્સાઇન્મેન્ટ ડાયરેક્ટના બદલે વાયા અખાતી દેશોમાંથી મુન્દ્રા પોર્ટ પર ઘુસાડાતાં હોવાની એકસમાન મોડસ ઓપરેન્ડી સામે આવતાં એ દિશામાં પણ તપાસનો દોર લંબાવાયો છે.
આફ્રિકાથી આયાત કરેલા ભંગારના કન્ટેનરમાંથી મળી સામગ્રી
ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચે વ્યાપારિક સંબંધો હતાં. પરંતુ પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનથી આવતા કાર્ગો પર 200 ટકા ડ્યૂટી લાદી દેતાં આયાતકારોએ પાકિસ્તાન તરફથી મોઢું ફેરવી લીધું હતું, જેને કારણે તેમને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવતાં તેણે હાલ વાયા અફઘાનિસ્તાન, ઈરાન અને દુબઇ થઇ કાર્ગો મુન્દ્રામાં ઘુસાડવાની મોડસ ઓપરેન્ડી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. કસ્ટમનાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પાકિસ્તાની ફોજના શસ્ત્ર સરંજામના અવશેષો ભંગારની સાથે વાયા દુબઇ થઇ મુન્દ્રામાં ઘુસાડવાના નાપાક કારસાને નિષ્ફ્ળ બનાવ્યો હતો.