બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 1 વર્ષ કે 10000 કિમી.. કારની સર્વિસ ક્યારે કરાવવી? 90 ટકા લોકો કરે છે ભૂલ

તમારા કામનું / 1 વર્ષ કે 10000 કિમી.. કારની સર્વિસ ક્યારે કરાવવી? 90 ટકા લોકો કરે છે ભૂલ

Last Updated: 05:03 PM, 14 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારને ટનાટન રાખવા માટે તેની યોગ્ય સમયે સર્વિસ કરાવવી જરૂરી છે. નહીં તો તે તમને રસ્તા વચ્ચે દગો આપી શકે છે. કાર સર્વિસને લઈ અમુક ખોટી માન્યતાઓ પણ છે. જેને અહીંયા જાણવાનો પ્રયાસ કરીશું.

જો તમારી પાસે કાર હોય અને આ કાર રસ્તામાં તમને ક્યાંય ઊભી ન રાખે તેવું તમે ઇચ્છતા હોવ તો તેની દેખભાળ રાખવી ખૂબ જરૂરી છે. જેમની પાસે કાર હોય તેઓમાં કાર સર્વિસિંગ અંગે પણ અમુક મૂંઝવણ હોય છે, કેટલાક લોકો માને છે કે સર્વિસિંગ 10,000 કિમી બાદ થવી જોઈએ અને કેટલાક લોકો માને છે કે સર્વિસિંગ 1 વર્ષ બાદ થવી જોઈએ. આપણે આ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીએ.

આજે આપણે કાર સર્વિસિંગ સંબંધિત એક કંફ્યુજન દૂર કરીશું. જેમાં ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આપણી ગાડી ઓછી ફરે છે, તેથી આપણે 10 હજાર કિલોમીટર બાદ જ તેની સર્વિસ કરાવીશું, પરંતુ આવું વિચારવું ખોટું છે.

  • કાર સર્વિસિંગનો યોગ્ય સમય કયો ?

જો કારની રનિંગ ઓછી છે, તો આવી સ્થિતિમાં તમારે 10,000 કિલોમીટર રાહ જોવાની જરૂર નથી. ધારો કે એક વર્ષમાં તમારી કાર માત્ર 5000 કિમી ફરે છે, તો શું તમે બે વર્ષ બાદ તેની સર્વિસ કરાવશો? જો તમને એવુ લાગતું હોય તો તમે ખોટા છો. ભલે કાર ઓછી ફરતી હોય તેમ છતા છેલ્લી સર્વિસના 1 વર્ષ પૂરા થયા બાદ ફરીથી સર્વિસ કરાવી દો. જો સર્વિસિંગ સમયસર ન કરવામાં આવે તો ઓઇલ જૂનું થવા લાગે છે જે તમારા વાહનના પરફોર્મેન્સ અને માઇલેજ બંને પર ખરાબ અસર કરી શકે છે.

જો તમારી કાર વધુ ફરતી હોય તો 1 વર્ષની રાહ ન જુઓ. 10000 કિમી પછી કારની સર્વિસ કરાવી દો. કેમ કે સમયસર કારની સર્વિસ ન કરાવવાને કારણે એન્જિન ઓઈલ ખતમ થઈ જાય તો કારને નુકસાન થઈ શકે છે અને એન્જિનને પણ ખરાબ અસર થઈ શકે છે.

વધુ વાંચો :જૂની કાર વેચવાનો વિચાર હોય તો અપનાવો આ હેક્સ, તમને મળશે મોં માંગી કિંમત!

જો કારની સર્વિસ સમયસર ન કરાવવામાં આવે તો ફ્યુઅલનો વપરાશ વધી શકે છે અને કારમાં ટેકનિકલ સમસ્યાઓ પણ આવી શકે છે. જો તમે યોગ્ય સમયે સર્વિસ કરાવો છો તો એન્જિન સારી સ્થિતિમાં રહેશે અને કાર ક્યારેય તમને અધવચ્ચે ઊભા નહીં રાખે. કાર સર્વિસિંગ દરમિયાન ફક્ત એન્જિન ઓઈલ જ ચેન્જ કરવામાં નથી આવતું પરંતુ કારને પણ સારી રીતે તપાસવામાં આવે છે કે તેમાં કોઈ સમસ્યા તો નથી ને.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Car Service Car Maintenance Auto News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ