બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / વાહ... 1 લાખના સીધા 5 કરોડ થઇ ગયા, એ પણ કલાકમાં જ! જુઓ કેવી રીતે થયો આ ચમત્કાર
Last Updated: 04:26 PM, 13 September 2024
શેર માર્કેટમાં ગઈકાલે બપોરે મોટો ભૂકંપ આવ્યો હતો. સવારે જે નિફ્ટી 25000 પર હતી તે બપોરે બે વાગે 25400 પર પહોંચી ગઈ હતી. ગઈ કાલે ગુરુવાર હોવાથી નિફ્ટી50ની એક્સપાયરી પણ હતી. ગતરોજ બપોરે આ મોટા ફેરફારને કારણે અનેક લોકો તબાહ થઈ ગયા હતા તો અમુક માલામાલ બની ગયા હતા. જેમાં એક જ કલાકના મુવના કારણે 25 પૈસાની વેલ્યુ 123 રૂપિયા થઈ ગઈ હતી. જે 49100 ટકાનો મુવ હતો. આ દરમિયાન જો કોઈએ 1 લાખ રોક્યા હશે તો તેના પૈસા 4.91 કરોડ થઈ ગયા હશે.
ADVERTISEMENT
શેર માર્કેટમાં ઈક્વિટી સિવાય ફ્યૂચર અને ઓપ્શન્સમાં ટ્રેડ કરી શકાય છે. ફ્યૂચરમાં ટ્રેડ કરવા માટે વધારે પૈસાની જરૂર પડે છે. તો ઓપ્શન્સમાં ઓછા પૈસામાં પણ રોકાણ કરી શકાય છે. આથી નાના રોકાણકારો ઓપ્શન્સમાં જ ટ્રેડ કરતા હોય છે.
ADVERTISEMENT
ઓપ્શન્સમાં કોલ કે પુટમાં પૈસા રોકવાના હોય છે. જો કોલમાં રોક્યા હોય તો માર્કેટ અપ જાય ત્યારે પ્રોફિટ થાય છે અને પુટમાં માર્કેટ નીચે જાય ત્યારે નફો થાય છે. જો તમે પુટમાં ટ્રેડ કર્યો હોય અને માર્કેટ અપ જાય તો નુકશાન થાય છે.
ગતરોજ ગુરુવારે શેર માર્કેટમાં મોટો મુવ જોવા મળ્યો હતો. જેને પણ કોલમાં ખરીદી કરી હશે તેમને અનેક ગણો લાભ થયો હશે. પરંતુ રિટર્ન તે બાબત પર પણ નિર્ભર કરે છે ટ્રેડ કરનારે ક્યાંથી ખરીદી કરી અને ક્યાં પ્રોફિટ બુક કર્યું. ઓછામાં પૂરતું કાલે નિફ્ટી 50ની વિકલી એક્સપાયરી પણ હતી. વિકલી એક્સપાયરી ગુરુવારે હોય છે. અને મંથલી એક્સપાયરી મહિનાના છેલ્લા ગુરુવારે હોય છે. વિકલી એક્સપાયરીમાં લોકો તે માટે રોકાણ કરવાનું પસંદ કરે છે કેમ કે આ દરમિયાન પ્રીમિયમ ઓછું હોય છે.
વધુ વાંચો : શેર બજાર ગગડયું! ઓલ ટાઈમ હાઈ બાદ ફરી ધબડકો, સેન્સેકસ-નિફ્ટીના જાણો હાલચાલ
જો વાત કરવી હોય ગઈકાલ ગુરુવારની તો બપોરે 1:55 વાગે નિફ્ટી50ની સ્ટ્રાઈક પ્રાઈઝ 25300નો કોલ 25 પૈસા પર હતો. જે લોકોએ ઉપરી ભાવ પર કોલ્સ વેચ્યા હતા તેઓ તેના ઝીરો થવાની રાહ જોઈ રહ્યા હતા. કેમ કે તેઓને ફાયદો ત્યારે જ થાય જ્યારે તેનું પ્રીમિયમ બિલકુલ પૂરું થઈ જાય અને તે ઝીરો પર આવી જાય. જેઓએ કોલ ખરીદ્યા હતા તેઓ 25 પૈસા આવવા પર નારાજ જોવા મળ્યા હતા. પરંતુ માર્કેટે તેમને જોરદાર નફો કરાવ્યો હતો.
ગઈકાલે જ્યારે 25300ની કોલ 25 પૈસા પર હતી ત્યારે એક જ કલાકમાં તેને 123 રૂપિયાનો ઝંપ કર્યો હતો. છેલ્લે તે કોલ 89.15 રૂપિયાએ બંદ થયું હતુ. જો તેની ટકાવારી કાઢવી હોય તો તેમાં 49100 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ તે શક્ય નથી કે કોઈએ 25 પૈસા પર 1 લાખ રૂપિયા રોક્યા હશે, જો કોઈએ એવી રીતે રોક્યા હશે તો તેને તગડો નફો થયો હશે. જો કોઈએ 100ની પાર પણ વેચી દીધા હશે તો પણ 4 કરોડની આસપાસ પ્રોફિટ કર્યો હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.