બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉત્તરાયણ પર અમદાવાદના ફ્લાવર શોએ રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં છલકાઇ ગઇ AMCની તિજોરી

આવક / ઉત્તરાયણ પર અમદાવાદના ફ્લાવર શોએ રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં છલકાઇ ગઇ AMCની તિજોરી

Last Updated: 02:05 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે રેકોર્ડ બ્રેક લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે એક જ દિવસમાં એક લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. અત્યાર સુધી સૌથી વધુ મુલાકાતીઓનો ઘસારો મંગળવારે જોવા મળ્યો હતો. જેના કારણે ઉત્તરાયણ પર્વ નિમિત્તે AMC ને આવકમાં વધારો થયો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં ઉત્તરાયણના દિવસે ભારે ભીડ જોવા મળી હતી. જેમાં મુલાકાતીઓની સંખ્યા પહેલી વાર એક જ દિવસમાં એક લાખને વટાવી ગઈ હતી. 14 જાન્યુઆરી 2025ના રોજ કુલ 1,01,889 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જે ટિકિટ ખરીદ્યા પછી એક દિવસમાં સૌથી વધુ મુલાકાતીઓનો આંકડો હતો. આ ઉપરાંત 12 વર્ષથી ઓછી ઉંમરના 30567 બાળકોએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.

ટિકિટના વેચાણથી કુલ ₹86,09,800ની કુલ આવક થઈ હતી. આમાંથી ₹48,16,690 રોકડમાં, ₹12,03,640 UPI વ્યવહારો દ્વારા અને ₹25,89,470 ઓનલાઈન બુકિંગ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને આ વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સન્માન મળ્યું હતું.

આ પણ વાંચોઃ દેવચકલી લીલી કે સૂકી ડાળ પર બેઠી તે આખું ગામ જુએ, સાબરકાંઠામાં ઉત્તરાયણે થાય છે વાર્ષિક આગાહી

ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરી લીધા બાદ આ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ફરી એક વાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી અમદાવાદને વિશ્વ ફલક પર મૂક્યું છે. તારીખ 7 જાન્યુઆરી, 2025ના રોજ ગિનિસ બુકની ટીમ દ્વારા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flower Show Ahmedabad International Flower Show Uttarayan News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ