બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માનસિક બીમારી સામે ઝઝૂમતી અનન્યા પાંડે, શું છે આ 'શકિલો રોગ', જાણો ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ વિશે
Last Updated: 03:02 PM, 13 December 2024
બૉલીવુડની મશહૂર અભિનેત્રી અનન્યા પાંડેએ થોડા સમય પહેલા એક એવી બીમારી વિશે વાત કરી હતી જેનો તે સામનો કરી રહી છે. ત્યારે આ સિન્ડ્રોમ વિશે સાન્યાએ પણ જણાવ્યું હતું કે દંગલ ફિલ્મ પછી તે પણ આનો શિકાર બની હતી. અનન્યાએ તેના સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાય છે. ત્યારે ચાલો જાણીએ શું છે બીમારી અને શું થાય છે તેની અસર?
ADVERTISEMENT
ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ શું છે?
ADVERTISEMENT
ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાને અને તેની સફળતાને કે ક્ષમતા વિશે શંકા કરવા લાગે છે. આ સ્થિતિમાં માણસ પોતાના જ પ્રયાસોને સાચા ગણતો નથી અને તેને એવું લાગે છે કે આ સફળતા તેને બીજાના કારણે મળી છે. તેની મહેનતના કારણે નહીં. આને' સફળતાનો દગો' પણ કહેવાય છે. આમાં તમે પોતાને બીજાથી ઉતરતા અને અસફળ સમજો છો અને તમારી સફળતાનો શ્રેય પણ લઈ શકતા નથી. આ માનસિક સ્થિતિની અસર માણસોના સંબંધ પર પણ પડે છે તે હંમેશા પોતાને બીજાથી ઉતરતા સાંજે છે અને પોતાની જ એબીલીટી પર વિશ્વાસ કરી શકતા નથી.
ઈમ્પોસ્ટર સિન્ડ્રોમના લક્ષણ
ઈમ્પોસ્ટર સિન્ડ્રોમના લક્ષણ સામાન્ય છે. પોતાની જકાત પર વિશ્વાસ ના કરવો, કોઈ વખાણ કરે તો અસહજતા અનુભવવી, સતત એવું વિચારવું કે બીજા પાસે પોતાના કરતાં વધારે જાણકારી છે, પોતાના કામની તુલના બીજા સાથે કરવી, નિષ્ફળ થવાનો ડર અને પોતાની જાત સાથે સતત વાતો કરવી.
વધુ વાંચો: શું હતો સંધ્યા થિયેટર કેસ જેના કારણે થઈ અલ્લૂ અર્જુનની ધરપકડ? એક ભૂલ પુષ્પાને પડી ભારે
ઈમ્પોસ્ટર સિન્ડ્રોમથી બચવાના ઉપાય
જો તમે પણ ઈમ્પોસ્ટર સિન્ડ્રોમથી પીડાઈ રહ્યા છો તો આ ઉપાય અજમાવી જુવો. સૌથી પહેલા તમારા મિત્ર કે પરિવારનના લોકોની મદદ લો. તેમની સાથે ખૂલીને મનની વાત કરો. આ ઉપરાંત પોતાની જાતને સકારાત્મક રૂપથી જુવો અને તમારી સફળતાને સ્વીકારો. દરેકનું જીવન અલગ હોય છે, ડેકની સ્થિતિ અલગ હોય છે માટે ક્યારેય કોઈપણ સાથે પોતાની તુલના ના કરો, તેના કરતાં તમારી કામયાબી અને સફળતા પર ફોકસ કરો. એવા લોકો સાથે સમય વિતાવો જે તમારી સફળતાને અને તમારા પ્રયત્નોને બિરદાવે અને જે તમારી મદદ માટે હંમેશા તૈયાર હોય. આ બીમારીથી લડવા માટે સૌથી જરૂરી છે પોતે સમજો અને પોતાની જાત પર વિશ્વાસ કરો. અને તમારા માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT