બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વીડિયોઝ / શું ખતમ થઇ જશે Bitcoinનું અસ્તિત્વ? ક્રિપ્ટોકરન્સીને લઇ ચોંકાવનારી ભવિષ્યવાણી

બિઝનેસ / શું ખતમ થઇ જશે Bitcoinનું અસ્તિત્વ? ક્રિપ્ટોકરન્સીને લઇ ચોંકાવનારી ભવિષ્યવાણી

Last Updated: 01:04 PM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિપટો માર્કેટ અને બિટકોઈન વિશે તો તમે જાણતા જ હશો પણ જો તમે પણ ક્રિપ્ટોકરન્સીમાં નિવેશ કરો છો તમારે થોડું સાવધ રહેવાની જરૂર છે. નોબલ પુરસ્કૃત એક અર્થશાસ્ત્રીએ બિટકોઈનને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે.

ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઈન એક મોટું નામ છે. 5 ફેબ્રુઆરીના રોજ એક બિટકોઈનની કિંમત 85,63,738 રૂપિયા હતી. બિટકોઈનના ભાવ પહેલાથી જ ખૂબ ઊંચા છે અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા પછી તેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, બિટકોઇનનો ક્રેઝ વધુ વધી ગયો છે. જોકે, નોબેલ પારિતોષિક વિજેતાએ આ ક્રિપ્ટોકરન્સી વિશે કંઈક એવું કહ્યું છે, જે રોકાણકારોના હોશ ઉડાવી શકે છે.

બિટકોઈનનો પરપોટો ગમે ત્યારે ફૂટશે

નોબેલ પુરસ્કાર વિજેતા કહે છે કે ક્રિપ્ટોકરન્સીમાં તેજી ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ખાસ કરીને, બિટકોઇનનું મૂલ્ય શૂન્ય થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે ક્રિપ્ટોકરન્સીનું કોઈ વાસ્તવિક મૂલ્ય નથી, તે ખરીદી અને વેચાણ માટે અયોગ્ય છે અને સામાન્ય બેંકિંગ સિસ્ટમમાં તેનું કોઈ સ્થાન નથી. તેમના મતે આ એક પરપોટો છે જે ગમે ત્યારે ફૂટી શકે છે.

તેની કિમત માંગ દ્વારા સંચાલિત

એક્સપર્ટ આ વિશે વધુમાં જણાવે છે કે ક્રિપ્ટોકરન્સી એક કોયડા જેવી છે કારણ કે તે બધા નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમનું કોઈ નિશ્ચિત વાસ્તવિક મૂલ્ય નથી માટે જ આવી કરન્સી લાંબા સમય સુધી ટકી શકતી નથી. તેમણે કહ્યું કે બધા ક્રિપ્ટોની સમસ્યા એ છે કે સિસ્ટમમાં થોડો વિશ્વાસ જગાડવા માટે, પુરવઠો મૂળભૂત રીતે મર્યાદિત હોય છે અને આ પરિસ્થિતિમાં કિંમત સંપૂર્ણપણે માંગ દ્વારા સંચાલિત થાય છે.

વધુ વાંચો: US-ચીન વચ્ચે છેડાયેલ ટ્રેડ વૉર ભારત માટે થઇ શકે છે ફાયદાકારક સાબિત, એ કેવી રીતે?

10 વર્ષમાં તેની કિંમત થઈ શકે છે શૂન્ય

નોબેલ પુરસ્કાર વિજેતા અને અમેરિકન અર્થશાસ્ત્રીએ ચેતવણી આપી હતી કે સ્થિર પુરવઠો અને અસ્થિર માંગ સ્પષ્ટપણે બિટકોઇનને લાંબા ગાળાના ચલણ તરીકે વર્ગીકરણ માટે અયોગ્ય બનાવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બિટકોઈનનું ભવિષ્ય શું છે? શું આગામી 10 વર્ષમાં તેનું મૂલ્ય શૂન્ય થઈ જશે, ત્યારે તેમણે કહ્યું કે તે શક્ય છે. તે ટૂંક સમયમાં નકામું થઈ જશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crypto currency Business BitCoin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ