Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચેતજો / આટલી એપને કરો તુરંત અન ઇન્સ્ટોલ, દુનિયાભરનાં એન્ડ્રોઇડ ફોનમાં ત્રાટકયો આ વાયરસ

આટલી એપને કરો તુરંત અન ઇન્સ્ટોલ, દુનિયાભરનાં એન્ડ્રોઇડ ફોનમાં ત્રાટકયો આ વાયરસ

એજન્ટ સ્મીથ નામના આ માલવેર એટલે કે વાયરસ ફોનને ઘણીબઘી રીતે એકસેસ કરી શકે છે તેમજ ફોનમાં અનેક એડ ધુસાડે છે.તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે તે બેન્કીંગ એપની માહિતી પણ ચોરી શકે છે. આ માલવેર થર્ડ પાર્ટી એપ સ્ટોર 9એપથી ડાઉનલોડ થયો છે. જેની માલિકી ચીનની અલીબાબા કંપનીની છે. જે હિન્દી,અરેબિક,રશિયન અને ઇન્ડોનેશિયન ભાષાવાળા યુઝર્સને સૌથી વધુ ટાર્ગેટ કરે છે.

virus mobile

ભારતમાં દોઢ કરોડ એન્ડ્રોઇડ (Android) ફોનમાં ખતરનાક વાયરસ ઘુસી ગયો દુનિયાભરના એન્ડ્રોઇડ ફોન પર એક નવો વાયરસ ત્રાટકયો છે. આ વાયરસ ભારતના દોઢ કરોડ જેટલા ફોનમાં ચુપચાપ ધુસી ગયો છે અને તેના યુઝર્સને તેની જાણ પણ નથી. સાયબર સિકયુરિટી સોલ્યુશન ફર્મ ચેક પોઇન્ટ રિસર્ચ મુજબ મોબાઇલ માલવેરનો ચેપ દુનિયાના 2.5 કરોડ મોબાઇલને લાગ્યો છે.

એજન્ટ સ્મીથ (Agent Smith) નામના આ માલવેર (Malware) એટલે કે વાયરસ ફોનને ઘણીબઘી રીતે એકસેસ કરી શકે છે તેમજ ફોનમાં અનેક એડ ધુસાડે છે.તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે તે બેન્કીંગ એપની માહિતી પણ ચોરી શકે છે. આ માલવેર થર્ડ પાર્ટી એપ સ્ટોર 9એપથી ડાઉનલોડ થયો છે. જેની માલિકી ચીનની અલીબાબા કંપનીની છે. જે હિન્દી,અરેબિક,રશિયન અને ઇન્ડોનેશિયન ભાષાવાળા યુઝર્સને સૌથી વધુ ટાર્ગેટ કરે છે.

ઇંગ્લેન્ડ,અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પણ હજારો યુઝર્સના ફોન આ વાયરસની ઝપટમાં આવી ગયા છે. જો કે ગુગલનો દાવો છે કે પ્લે સ્ટોર પર આવી કોઇ મેલિશિયસ એપ નથી.એજન્ટ સ્મીથ યુઝરને ખબર પણ ન પડે તે રીતે કેટલીક ફોનમાં ઇન્સ્ટોલ કરેલી વોટસ એપ સહિતની એપનો ઉપયોગ કરીને ફોનનો ડેટા સહિતની તમામ સિસ્ટમ એકસેસ કરે છે.આ એપ ફોનમાં એડનો મારો કરે છે.

જો કે તેનાથી ફોનનના ડેટાને કોઇ નુકસાન થતું નતી પરંતુ તે પણ એક જાતનું ફ્રોડ અને પ્રાઇવેસી પોલીસીના ભંગ સમાન છે. તમે આવી જેટલી એડ જુવો તેના પૈસા હેકર સુધી પહોંચે છે. ગુગલનાં દાવા સામે ચેકપોઇન્ટના નિષ્ણાતોનો દાવો છે ક પ્લે સ્ટોર પર તેમણે એવી પોપ્યુલર 11 એપની ભાળ મળી છે જેની પાછળ હેકર્સ હોય તેવી શંકા છે. યુઝરે તેના ફોનના સેટીંગ્સમાં જઇને એપ્સ અન્ડ નોટિફિકેશન સેકશનમાં જઇને એપ લીસ્ટ ચેક કરવું જોઇએ.

તેમાં જો ગુગલ અપડેટર,ગુગલ ઇન્સ્ટોલર ફોર યુ, ગુગલ પાવર્સ કે પછી ગુગલ ઇન્સ્ટોલર જેવી એપ દેખાય તો તેને તરત જ અનઇન્સ્ટોલ કરવી જોઇએ. નિષ્ણાંતો કહે છે કે ફોનને આવા એટેકથી બચાવવા બને ત્યાં સુધી પ્લે સ્ટોર સિવાયના થર્ડ પાર્ટી એપ સ્ટોર પરથી એપ ડાઉનલોડ ન કરવી જોઇએ.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ