શું તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવા ઈચ્છો છો અને તમે આઘાર કેન્દ્ર પર જવા ઈચ્છતા નથી કો તમારે માટે અમે 6 સ્ટેપની સરળ પ્રોસેસ લાવ્યા છીએ. આ પ્રોસેસની મદદથી તમે આધારને અપડેટ કરી શકો છો અને સાથે જ તમે તેમાં સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ, વગેરેને અપડેટ કરી શકો છો. તો જાણી લો પ્રોસેસ.
Team VTV09:09 AM, 18 Jan 21 | Updated: 09:24 AM, 18 Jan 21
કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતના ભણકારા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ ચૂંટણીને લઇને એડીચોટીનું જોર લગાવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા મતદાતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા મહાજનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
Team VTV08:59 AM, 18 Jan 21 | Updated: 09:01 AM, 18 Jan 21
નવા કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ સહિત બીજી વિપક્ષી પાર્ટીઓ મોદી પર હુમલો કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે કૃષિ કાયદા પર આરટીઆઈ આવેદન રદ્દ થવા પર નીતિ આયોગ પર મન મુકીને નિશાનો સાધ્યો છે. ચિદમ્બરમે સરકારના આ પગલાને હેરાન કરનારુ ગણાવ્યું છે.
Team VTV08:46 AM, 18 Jan 21 | Updated: 08:47 AM, 18 Jan 21
સુપ્રીમ કોર્ટ અને યૂએસ કેપિટલ તથા સરકારી ઈમારતોની આસપાસ 7 ફીટનું બેરિયર તૈયાર કરાયું છે. એટલું જ નહીં ઈમારતોની આસપાસ નેશનલ ગાર્ડના લગભગ 2500 જવાનો જો બાયડનના શપથ ગ્રહણ સમારોહ પૂર્વે તૈયારી રૂપે તૈનાત કરી દેવાયા છે. યૂએસ કેપિટલ જાણે કે મિલિટ્રી ઝોનમાં ફેરવાઈ ચૂક્યું છે.
નેશનલ કોન્ફ્રેંસના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ રવિવારે એક સમારોહમાં લોકોને ખૂબ હસાવ્યા. તેઓએ કહ્યું કે કોરોનાની એવી સ્થિતિ સર્જાઈ છે કે તેઓ પોતાની પત્નીને કિસ પણ કરી શકતા નથી. આ સ્થિતિ પર હાજર લોકો ખૂબ હસ્યા હતા. ફારુક અબ્દુલ્લાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Team VTV07:52 AM, 18 Jan 21 | Updated: 07:58 AM, 18 Jan 21
દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનની શરૂઆત થઈ છે ત્યારે કોરોનાની વેક્સિન લાગ્યા બાદ 447 લોકોમાં સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી છે અને સાથે જ 3 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે એમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
સોમવારનો શુભ અંક 9 છે અને શુભ રંગ આછો સફેદ પીળો અને ગુલાબી છે. આ સાથે આજે માનસિક શાંતિ માટે ચંદ્રની પૂજા કરવી. ભૂલથી પણ અન્નનો બગાડ કરવો નહીં. ઓમ રીં અન્નપૂર્ણાયૈ નમઃ મંત્રનો જાપ કરવો. આ સાથે દૂધ અને ચોખાનું દાન શુભ માનવામાં આવે છે. તો જાણો સોમવારનું રાશિફળ.
આજથી રાજધાની દિલ્હીમાં 304 દિવસ બાદ શાળાઓ શરૂ થવા જઈ રહી છે. એવામાં બાળકોએ નવા નિયમોની સાથે પ્રવેશ કરવાનો રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને હાલમાં એકમેકની સાથે હાથ ન મિલાવવાની અને અન્ય કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની ખાસ સૂચના અપાઈ છે.
Team VTV06:40 AM, 18 Jan 21 | Updated: 09:15 AM, 18 Jan 21
સામાન્ય રીતે ગુજરાતમાં ફૂલકા રોટી, ભાખરી, પરાઠા, પૂરી અથવા તો રોટલા બને. જો એની એ રોટલી-ભાખરી ખાઈને કંટાળ્યા હોય તો આજે અમે તમારી માટે નોર્થ ઈન્ડિયન રોટીની રેસિપી લાવ્યા છીએ જે તમને પસંદ આવશે. તો આજે જ કરો ટ્રાય અને માણો મજા આ નોર્થ ઇન્ડિયન રોટીની.
Team VTV11:54 PM, 17 Jan 21 | Updated: 11:58 PM, 17 Jan 21
દર રવિવારે VTV ન્યૂઝ પર યે જીવન હૈ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર કાર્યક્રમ યોજવામાં આવે છે. અત્યાર સુધીના સફરમાં રીક્ષા ચાલકોની વેદના, સાજીંદાઓનો સંઘર્ષ, ફૂટપાથ પરની જિંદગી, આધુનિક સમયમાં શોખ બનીને રહી ગયેલા અશ્વો, અબોલા પશુઓની વેદનાને નજીકથી જાણનાર ભાવેશ સોલંકી, ઝીરો બજેટનુ જીમ, ગુજરાતના પોલીસ જવાનોની તાલીમ અને જુસ્સાની કહાની અને તમામની ભાવના અને લાગણીને આપના સુધી પહોંચાડી છે. ત્યારે આ વખતે એક એવી ટીમ અંગે જણાવીશું અને તેનું કામ જાણીને નવાઈ પામશો.
Team VTV10:59 PM, 17 Jan 21 | Updated: 11:02 PM, 17 Jan 21
'તાંડવ' વેબ સીરીઝના રિલીઝ બાદ જ તેને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. કેટલાક સંગઠન અને ભાજપના નેતા આને બેન કરવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે સૂચના પ્રસારણ મંત્રાલય(I&B Ministry)એ 'તાંડવ' વેબ સીરીઝને લઇને એમેઝોન પાસે સ્પષ્ટતા માંગી છે.
Team VTV10:12 PM, 17 Jan 21 | Updated: 10:23 PM, 17 Jan 21
કચ્છની કોમી એકતા ડોળવાનો વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ છે. બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર થયો હતો. તો કચ્છના મુન્દ્રા નજીક રામમંદિર નિર્માણ રેલી દરમિયાન કેટલાક ટીખળખોર શખ્સો દ્વારા પથ્થરમારો કરાયો હતો. કચ્છમાં આ પ્રકારની 2 ઘટનાને લઇને મામલો ગરમાયો છે.
Team VTV09:20 PM, 17 Jan 21 | Updated: 09:27 PM, 17 Jan 21
નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામે બોટ પલટવાની મોટી ઘટના બની હતી. પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં આવેલા કૃત્રિમ તળાવમાં અચાનક બોટ પલટી હતી. આ બોટમાં 10થી વધુ લોકો સવાર હતા. બોટ પલટવાની દુર્ઘટનામાં દોઢ વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કોરોના સંકટ વચ્ચે લોકડાઉન દરમિયાન, દરેક ક્ષેત્રે મંદી હતી. આ સમય દરમિયાન, સોના અને ચાંદીના ભાવો દરરોજ આકાશને સ્પર્શતા હતા. લોકડાઉન હળવા થયા પછી આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો થયો ત્યારે, લોકો સોનાને સલામત રોકાણ વિકલ્પ તરીકે ધ્યાનમાં લેતા હતા.
Team VTV07:57 PM, 17 Jan 21 | Updated: 08:05 PM, 17 Jan 21
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIની ટીમે રવિવારે 1 કરોડની લાંચ લેવાના આરોપમાં રેલ્વે એન્જિનિયરિંગ સર્વિસ (IRES)ના વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ બે લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
Team VTV07:54 PM, 17 Jan 21 | Updated: 09:07 PM, 17 Jan 21
17 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 518 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
Team VTV07:25 PM, 17 Jan 21 | Updated: 07:25 PM, 17 Jan 21
વર્ષ 2021ની શરૂઆતમાં સંગીત જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. મહાન ક્લાસિકલ સિંગર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું નિધન થઇ ગયું છે. તેઓ 89 વર્ષના હતા. તેમની પત્ની નમ્રતા ગુપ્તા ખાને આ દુઃખદ માહિતી શેર કરી છે.
કૃષિ કાયદાના વિરોધમાં દોઢ મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ફરીથી કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું કે સરકાર વાતચીત માટે તૈયાર છે પણ કાયદા રદ કરવા સિવાયની કોઇ માંગ હોય તો જણાવો