Team VTV05:51 PM, 21 Jan 21 | Updated: 05:56 PM, 21 Jan 21
ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીયાના રોજ ટ્રેકટર માર્ચ કાઢવાનું વિચારી રહ્યા છે, જેને લઈને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે.
ઇલેક્ટ્રોનિક વાહનોની વધતી જતી માગને લઇને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બનાવનાર કંપની કબીરા મોબીલીટીએ આવતા મહીને ફેબ્રુઆરીમાં નવી બે બાઇક કેએમ3000 અને કેએમ4000 લોન્ચ કરવા જઇ રહી છે.
Team VTV05:24 PM, 21 Jan 21 | Updated: 05:27 PM, 21 Jan 21
રિષભ પંતની તુલના દિગ્ગજ પ્લેયર મહેન્દ્રસિંહ ધોની સાથે કરવામાં આવતા, પંત ખૂબજ ખુશ છે. પણ પંતનું કહેવું છે કે હવે ઓસ્ટ્રેલિયામાં સારા પ્રદર્શન બાદ હવે મારી અલગ ઓળખ ઉભી કરવી છે.
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ગુરુવારે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં એકવાર બિનઅનામત વર્ગો માટેનું 10 ટકા આર્થિક પછાત અનામત લાગૂ થઇ જશે તેના પછી રાજ્યમાં કુલ અનામતનો ક્વોટા વધીને 60 ટકા જેટલો થઇ જશે.
Team VTV05:20 PM, 21 Jan 21 | Updated: 05:39 PM, 21 Jan 21
હાલ જ CM રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને કમલન નામ આપ્યું છે. ત્યારે ભારતમાં સૌથી વધુ ખેતી કરતા ખેડૂત ગુજરાતના ખેડૂતો વિશે અને કાલના ડ્રેગન ફ્રૂટ અને આજના કમલમની ખેતી વીશે જાણીએ.
Team VTV04:38 PM, 21 Jan 21 | Updated: 04:46 PM, 21 Jan 21
આજકાલ લોકો ઓનલાઇન શોપિંગ વધારે કરે છે. દુનિયાભરની અલગ અલગ વૅબસાઇટમાંથી તેઓ શોપિંગ કરે છે અને ઇન્ટરનેટ પર લોકોની જરૂરિયાતનો દરેક સામાન હાજર છે. ઓનલાઇન વસ્તુ ખરીદીને લોકો તેનો રિવ્યુ કરવાનું પણ ચૂકતા નથી. હાલમાં જ એક વ્યક્તિએ કાઉ ડંગ કેકને ખાધા બાદ તેનો રિવ્યુ કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
શિયાળામાં સામાન્ય રીતે લોકો વધુ ચા પીતા હોય છે, એમાં પણ ચાના શોખીન લોકો ચામાં આદુ, ફુદીનો મસાલાવાળી ચા પીતા હોય છે. જોકે, ઘણી વખત એક દિવસમાં જે લોકો 5-6 કપ ચા પી જતાં હોય છે તેમણે ઘણમી સમસ્યાઓ પણ થાય છે. પણ કોણે કીધું ચા પીવાથી નુકસાન જ થાય છે. જો તમે આદુ, તજ અને હળદરની ચા પીશો તો, માઈગ્રેન, અપચો, પીરિયડ્સની સમસ્યાઓ થશે દૂર સાથે જ અન્ય પણ ફાયદાઓ મળશે. આ ચા બીમારીઓથી બચાવશે અને શરીરને અંદરથી મજબૂત પણ બનાવશે. તો ચાલો તમે પણ જાણી લો આ ચા વિશે અને તેના ફાયદાઓ.
આજકાલ મોટાભાગના લોકો નોનસ્ટિક વાસણો જ લેવાનું પસંદ કરતાં હોય છે. આમ તો રસોડામાં અનેક પ્રકારના વાસણો અને વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંના કેટલાક વાસણ તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. તમને કદાચ માન્યમાં ન આવે, પણ એ વાત સાચી છે કે રસોઇ બનાવવા માટે રોજિંદા ઉપયોગમાં લેવાતા કેટલાક વાસણો સ્વાસ્થ્યને ભયંકર નુકસાન પહોંચાડે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
થાઇલેન્ડમાં રહેતા એક માછીમારની કિસ્મત ખુલી ગઇ છે. 20 વર્ષના ચાલેરમ્ચાએ મહાપનને સમુદ્ર કિનારે એવી અનોખુ ચીજ મળી જેના વિશે તેને કોઇ જ અંદાજો નહોતો પરંતુ જ્યારે તે વસ્તુને ઘરે લઇ આવ્યો અને તેને દુર્લભ વસ્તુ વિશે જાણ થઇ ત્યારે તે હેરાન થઇ ગયો.
Team VTV03:23 PM, 21 Jan 21 | Updated: 03:31 PM, 21 Jan 21
આજે માઈ ભક્તો માટે અતિ આનંદન દિવસ છે. આજે પાટીદાર સમાજના આસ્થાના સમા ખોડલધામને 4 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે ખોડલધામમાં પાટોત્સવ સહિતની ઉજવણીઓ બંધ રખાઇ. જો કે આ પ્રસંગે મહાઆરતી કરીને ઉજવણી કરવામાં આવી હતી અને મંદિર દ્વારા કોરોનાની મહામારીને લઇ ઘરે જ દર્શન કરવા પણ અપીલ કરાઈ હતી.
Team VTV03:12 PM, 21 Jan 21 | Updated: 03:15 PM, 21 Jan 21
એરટેલે ગ્રાહકોની સુવિધા માટે બે નવા એરટેલ ડેટા એડ-ઓન પેક્સ લોન્ચ કર્યા છે, જેની કિંમત 78 અને 248 રૂપિયા છે. એરટેલના આ બંને રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને જબરદસ્ત ડેટાની સાથે વિંક પ્રીમિયમનું મફત સબ્સ્ક્રિપ્શન મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે એરટેલે હાલમાં જ ગ્રાહકોને આકર્ષિત કરવા એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન સાથે પ્રીપેડ રિચાર્જ પ્લાન પણ લોન્ચ કર્યા છે. આ નવા પ્રીપેડ ડેટા પેક પ્લાનની માહિતી એરટેલ થેંક્સ એપ પર પણ ઉપલબ્ધ છે.
Team VTV03:09 PM, 21 Jan 21 | Updated: 04:27 PM, 21 Jan 21
પુણેની સીરમ ઇનસ્ટીટ્યુટમાં આગ લાગી હતી. જોકે આ SIIના બાયોટેકની બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં આવી ચૂકી છે. મહત્વનું છે કે, કોરોનાની વેક્સિન કોવિશિલ્ડ બનતી હોય તે બિલ્ડિંગમાં આગ નથી લાગી.
ઓલરાઉન્ડર રવિન્દ્ર સિંહ જાડેજા ઇન્ગલેન્ડ વિરુદ્ધ ડોમેસ્ટિક ટેસ્ટ સિરીઝથી બહાર થઇ ગયા છે. સિડનીમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન જમણા હાથના અંગુઠામાં ફ્રેક્ચર થયા બાદ ઓસ્ટ્રેલિયામાં જ તેની સર્જરી કરવામાં આવી હતી પરંતુ તેને સાજા થતાં છ અઠવાડિયાનો સમય લાગી ગયો હતો. જ્યારે ઇંગલેન્ડ વિરુદ્ધ 5 ફેબ્રુઆરીથી સિરીઝ શરૂ થઇ રહી છે.
વરુણ ધવન અને નતાશા દલાલ તેમનાં વર્ષોનાં રિલેશનને હવે તેઓ લગ્ન બંધનનું નવુ નામ આપવા જઈ રહ્યાં છે. વરુણ ધવને તેની લાંબા સમયથી રહેલી ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવા માટે અલીબાગનાં એક 25 લેવિશ રુમ્સ સાથેનો રિસોર્ટ બુક કરાવ્યો.
Team VTV02:11 PM, 21 Jan 21 | Updated: 03:02 PM, 21 Jan 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો અટકળો વચ્ચે આજે રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બ્રીજનું લોકાર્પણ કરાયું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ગણતંત્ર દિવસની ટ્રેક્ટર રેલીને લઈને દિલ્હી પોલીસ અને ખેડૂતોની વચ્ચે થઈ રહેલી બેઠક પુરી થઈ. ખેડૂતોનું કહેવું છે કે પોલીસે તેમને દિલ્હીમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી છે. જ્યારે કે ખેડૂતો દિલ્હીમાં રેલી કાઢવા ઈચ્છે છે. પોલીસે તેમને કે એમપી એક્સપ્રેસ વે પર નાની રેલા કાઢવાનો વિકલ્પ આપ્યો છે. જેને ખેડૂતોએ ફગાવી દીધો છે.
Team VTV01:43 PM, 21 Jan 21 | Updated: 01:47 PM, 21 Jan 21
મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડ્રેગન ફ્રુટના નામ બદલવા પર નિવેદન આપ્યું છે. સીએમ રુપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રુટના આકાર કમળ જેવો છે, તેથી તેનું નામ કમલમ રખાયું છે. આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ.
તાંડવની સાથે મિર્ઝાપુરના નિર્માતાઓ પર પણ સંકટનાં વાદળો ઘેરાયા. મિર્ઝાપુર સિરીઝનાં નિર્માતાઓ પર મિર્ઝાપુર વિસ્તારની છબી ખરાબ કરવાનાં આરોપો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવવામં આવ્યો છે કે એક યુવકને બીજા રાજ્યમાં એટલે નોકરી ના મળી કેમકે તે મિર્ઝાપુરનો રહેવાસી છે.
કન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો છેલ્લા 50 દિવસ કરતા પણ વધારે દિવસોથી દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યા છે. અનેક પ્રયાસો છતાં કોઈ સમાધાન થયું નથી. ત્યારે રાજસ્થાનના દૌસાના ભાજપના સાંસદ જસકૌર મીણાએ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતોની સરખામણી ખાલિસ્તાની સાથે કરી છે.