માફી માંગવા માટે શું બચશે? આ તો સીધું ગળું જ કાપી નાખશે, જેહાદી દેશો તો ફતવો કાઢી દે છે , લિબ્રુ મીડિયા વર્ચ્યુઅલ લીન્ચઇંગ કરી નાખે છે, તમારું ન માત્ર ખૂન કરી નાખવામાં આવશે પરંતુ તમારી મોતને જસ્ટિફાય પણ કરી દેશે. બોલો @aliabbaszafar અલ્લાહનું મજાક ઉડાડવાની હિંમત છે તમારામાં
Team VTV11:33 PM, 18 Jan 21 | Updated: 11:34 PM, 18 Jan 21
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રેઇઝે કહ્યું છે કે અમીર દેશોના યુવાન અને તંદુરસ્ત લોકો માટે ગરીબ દેશોમાં વૃદ્ધ લોકો પહેલાં કોવિડ -19 રસી લાગુ કરવી યોગ્ય નથી. ગેબ્રેઈઝે સોમવારે જિનીવામાં WHO હેડક્વાર્ટર ખાતે એક સપ્તાહની કારોબારી બોર્ડની બેઠક શરૂ કરી હતી, જેમાં રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે એક ગરીબ દેશને રસીના માત્ર 25 ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે કે ધનિક દેશોમાં 3 કરોડ 90 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.
Team VTV11:20 PM, 18 Jan 21 | Updated: 11:23 PM, 18 Jan 21
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજે કે નહીં, આ નક્કી કરવાનું કામ પોલીસનું છે. તેવામાં હવે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ થશે, જેના પર દિલ્હી પોલીસના હાથમાં બોલ દેખાઇ રહી છે. જોકે, કોર્ટમાં બુધવારે ફરી આ મામલો સાંભળવામાં આવશે. ત્યારે કેન્દ્ર સરકાર સાથે મંગળવારે થનારી ખેડૂતોની બેઠક ટળી ગઇ છે. હવે 20 જાન્યુઆરીએ વાતચીત થશે.
Team VTV11:05 PM, 18 Jan 21 | Updated: 11:13 PM, 18 Jan 21
એક તરફ, મમતા બેનર્જીની પાર્ટી TMC માંથી હાલમાં બળવાની ઋતુ ચાલી રહી છે. હાલમાં જ મમતા બેનરજીની સામે બંડ પોકારીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારીઓના ગઢ નંદીગ્રામથી ચૂંટણી લડવાની મમતા બેનરજીએ જાહેરાત કરી છે, તો બીજી તરફ શુભેન્દુ અધિકારીએ આજે તેમના પડકારને સ્વીકારી લીધો હતો, અને કહ્યું હતું કે તેઓ નંદીગ્રામથી મમતા બેનર્જીને હરાવી દેશે અને જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા તો રાજનીતિ છોડી દેશે.
વરિષ્ઠ એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની કંપની આરકોમ ગ્રુપ પર આકરા પ્રહાર કર્યા છે. પ્રશાંત ભૂષણે અનિલ અંબાણી અને તેમની ત્રણ કંપનીઓને લઈને એક ખુલ્લો પત્ર લખ્યો છે.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્વે જામનગર શહેર-જીલ્લામાં પક્ષ પલટાનો દોર શરુ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી કોઈને કોઈ નેતા ભાજપ-કોંગ્રેસનો સાથ છોડી રહ્યું છે. ત્યારે વધુ એક રાજકીય ખેલ સામે આવ્યો છે. જામનગર તાલુકાની સિક્કા પૂર્વ મહિલા કોર્પોરેટર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેની ટીમ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં ભળી ગયા છે.
બોલિવૂડમાં સાજિદ ખાન એક ડાયરેક્ટર છે જેમના ઉપર એક કરતા વધારે અભિનેત્રી દ્વારા જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આક્ષેપોને કારણે સાજીદની કારકિર્દી પર પણ નકારાત્મક અસર જોવા મળી હતી.
કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે બેંકો સાથે ગોટાળો કરવાના આરોપી વિજય માલ્યાને લંડનથી ભારત લાવવાના બધા પ્રયત્નો શરુ જ છે જો કે તેના કેસમાં ચાલી રહેલી અમુક કાયદાકીય કાર્યવાહીઓના લીધે આ પ્રક્રિયામાં મોડું થઇ રહ્યું છે.
Team VTV09:08 PM, 18 Jan 21 | Updated: 09:14 PM, 18 Jan 21
અમદાવાદના સરખેજમાં મહિલા બુટલેગરોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે સરખેજમાં દારૂનો વેપાર કરતી મહિલા બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે. સરખેજ પોલીસે દેશી અને વિદેશી દારૂનુ વેચાણ કરતી 9 મહિલા બુટલેગર સહિત 10 લોકોની ધરપકડ કરી છે. હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગરના આતંકને લઈને પોલીસે સર્ચ ઓપરેશન કર્યુ હતું. મોટા પ્રમાણમા દારૂનો જથ્થો પણ નાશ કરવામા આવ્યો છે.
દર અઠવાડિયે અમે તમને કોરોનાના આંકડા, રસી અને નવી અપડેટ અમે તમને આપીએ છીએ. ત્યારે આજે એક એવા સર્વે અંગે માહિતી આપીશું જે જાણીને તમે નવાઇ પામશો. કારણ કે એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સિગારેટ પિનારા લોકોને કોરોના સંક્રમણ થવાનો ડર ઓછો છે. આ વીડિયોમાં જુઓ સમગ્ર માહિતી...
Team VTV08:36 PM, 18 Jan 21 | Updated: 10:02 PM, 18 Jan 21
રાજકોટમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ રાજકોટમાં ઉચ્ચ અભ્યાસ કરાયેલા 3 ભાઇ-બહેન 10 વર્ષથી એક જ રૂમમાં બંધ હતા. જેમને રાજકોટના એક સાથી સેવાભાવિ ગ્રુપ દ્વારા બારણુ તોડીને બહાર કઢાયા હતા. ત્યારે હવે શહેરમાં ફરી એક વખત સેવાભાવિ સંસ્થાએ માનવતાને મહેકાવતુ કાર્ય કર્યું છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ ઘરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રૂમમાં પુરાયેલી યુવતીને સાથી સેવા ગ્રુપે રેસ્ક્યૂ કરી છોડાવી હતી.
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશસનની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 18 જાન્યુઆરી 2021ના રોજ નોંધાયેલા કોરોનાના કેસની જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
Team VTV08:08 PM, 18 Jan 21 | Updated: 08:22 PM, 18 Jan 21
એમેઝોન પ્રાઈમ વિડીયો પ્લેટફોર્મ પર રજૂ થયેલી નવી વેબસીરીઝ તાંડવનો વિવાદ વધતો જ જઈ રહ્યો છે, આ મામલે દેશભરમાં ઘણી જગ્યાએ ફરીયાદો પણ નોંધાવવામાં આવી છે, અને હવે કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ મામલે એક હાઈ લેવલની મિટિંગ પણ કરવામાં આવી હતી.
Team VTV07:37 PM, 18 Jan 21 | Updated: 07:52 PM, 18 Jan 21
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. આજની વર્ચ્યૂઅલ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમા ચેરમેન છે.
Team VTV07:03 PM, 18 Jan 21 | Updated: 07:19 PM, 18 Jan 21
ભારતમાં જ્યાં હવે કે રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે, આશા સેવાઈ રહી છે કે હવે ધીરે ધીરે ભારતીય ઈકોનોમી પણ પાટા પર આવશે, જો કે કોરોના મહામારીને લઈને ઘણા સેકટર પ્રભાવિત થયા છે, આનાથી સરકારની ટેક્સ કલેક્શનની આવકમાં પણ ઘણી મોટી અસર પડી છે.
રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામીની કથિત વ્હોટ્સએપ ચેટ્સ પછી તેની મુશ્કેલીઓ વધવાની છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સોમવારે કહ્યું હતું કે બે વર્ષ પહેલા બાલાકોટમાં થયેલા હુમલા અંગે અર્ણબને પહેલેથી જ ખબર હતી. અર્ણબને આવી સંવેદનશીલ બાબતો કેવી રીતે મળી તે એક મોટો પ્રશ્ન છે. દેશમુખે કહ્યું કે આ કિસ્સામાં મંગળવારે એટલે કે મંગળવારે કેબિનેટની બેઠક છે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
Team VTV06:03 PM, 18 Jan 21 | Updated: 06:28 PM, 18 Jan 21
ગુજરાતમાં શાળાઓ શરૂ થયા બાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેશોદમાં 11 વિદ્યાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારે હવે રાજકોટમાં કોટેચા ગર્લ્સ સ્કૂલના મહિલા પ્રિન્સીપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બ્રિસ્બેનમાં ભારતીય ટીમ પોતાના બૉલર વગર ઉતરી પરંતુ મોહમ્મદ સિરાજ અને ટીમે કોઇની કમી મહેસુસ થવા દીધી ન હતી. ગાબામાં બીજી ઇનિંગમાં પાંચ ઓસ્ટ્રેલિયાને 294 રન પર સમેટનાર સિરાજ માટે આ સફર આસાન નહોતું. બુમરાહની ગેરહાજરીમાં સિરાજને ત્રીજી જ ટેસ્ટ મૅચમાં ટીમ ઇન્ડિયાનો પ્રમુખ બૉલર બનાવી દેવામાં આવ્યો હતો.
Team VTV05:46 PM, 18 Jan 21 | Updated: 06:11 PM, 18 Jan 21
રાજસ્થાનમાં જ્યાં સોમવારે શાળા-કોલેજોને ખોલવામાં આવી. ત્યારે બપોર થતા થતા બીજી એક ખુશખબર સામે આવી છે. કોરોના પ્રોટોકોલ હેઠળ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવેલા નાઇટ કર્ફ્યૂને સરકારે ખતમ કરવાનો નિર્ણય લીધો છે.