વડોદરા કોર્પોરેશનની ફ્લાઇંગ સ્કોર્ડ દ્વારા લાઉડ સ્પીકર સાથે લોકોને અપીલ. કોવિડ નિયમો પાળવા, માસ્ક અને હાથ સેનેટાઇઝ કરવા અપીલ. નિયમોનુ ઉલ્લંઘન કરનાર સામે કડક પગલા લેવાશે.
વડોદરા કોર્પોરેશનની ફ્લાઇંગ સ્કોર્ડ દ્વારા લાઉડ સ્પીકર સાથે લોકોને અપીલ. કોવિડ નિયમો પાળવા, માસ્ક અને હાથ સેનેટાઇઝ કરવા અપીલ. નિયમોનુ ઉલ્લંઘન કરનાર સામે કડક પગલા લેવાશે.
ભારતમાં કોવિડ -19 સંક્રમણની બીજી લહેર વચ્ચે, વોલ સ્ટ્રીટ બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સૈશે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતની વૃદ્ધિ આગાહીને 10.9 ટકાથી ઘટાડીને 10.5 ટકા કરી દીધી છે.
ઉત્તરાખંડમાં ચાલી રહેલા મહાકુંભમાં પણ જે બાબતનો ડર હતો તે થયું છે. કુંભમેળા માટે અહીં આવેલા 102 યાત્રાળુઓ અને 20 સાધુઓ સંક્રમિત થયાં હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.
રાજ્યમાં કોરોનાએ બેહાલ કર્યા છે તો સૌરાષ્ટ્ર પણ કોરોનાના ભરડામાં આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. કારણ કે, એક દિવસમાં સૌરાષ્ટ્રમાં 1451 નવા કેસ નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. ત્યારે કોરોનાને રોકવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારે સખ્ત દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આજ રાત્રે 8 વાગ્યાથી સખ્ત પ્રતિબંધો લાગુ થશે.
ખાનગીકરણ માટે શક્ય બેંકોના નામને અંતિમ રુપ આપવા માટે ભારતીય રિઝર્વ બેંક, નાણા મંત્રાલયની સેવાઓ અને આર્થિક મામલાઓના વિભાગો વરિષ્ઠ અધિકારીઓની વચ્ચે આજે બેઠક થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના મહામારી સામેના યુદ્ધમાં સંયુક્ત વૈશ્વિક પ્રયાસો પર ભાર મૂકતાં કહ્યું કે જ્યાં સુધી બધા તેની સામે એક નહિ થાય ત્યાં સુધી તેને હરાવી નહીં શકાય.