આપણે ત્યાં એક કહેવત છે કે, માનવ સેવા એજ સાચી પ્રભૂસેવા. આ કહેવત આજે વલસાડ જિલ્લામાં સાર્થક બની છે. આપણે ત્યાં 108ને સંજીવની ગણવામાં આવે છે. કારણ કે, 108ની સેવા શરૂ થયા બાદ લાખો લોકોના જીવ બચ્યા છે. ત્યારે ફરી એક વખત 108 વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામડાઓ માટે જીવન દાયીની સાબિત થશે. કારણ કે, મધુબની ડેમથી દાદરાનગર હવેલી વચ્ચે તરતી 108 શરૂ કરાઈ છે. ત્યારે જુઓ કેવી છે આ તરતી એમ્બ્યુલન્સ અને કેવી રીતે બનશે આ વિસ્તાના લોકો માટે જીવનદાયીની...
કેન્દ્ર સરકારે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને 'પરક્રમ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આના પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે નિવેદન આપતા જણાવ્યું હતું કે મને પરાક્રમનો સાચો અર્થ ખબર નથી. કદાચ તેના 3થી4 અર્થો હોઈ શકે છે તેથી હું હમણાં તેની પર ચર્ચા કરી શકતો નથી. તેમણે કહ્યું કે હું તો તેની 'દેશનાયક દિવસ' ની ઉજવણી કરીશ.
Team VTV11:45 PM, 19 Jan 21 | Updated: 11:56 PM, 19 Jan 21
અમદાવાદીઓને હવે બોટિંગ, વોટર સાયકલિંગ, સ્પીડ બોટ, સ્કૂટર, બે જણાં બેસી શકે તેવી સાયકલ જેવી સુવિધા માટે કોઈ હિલ સ્ટેશન પર જવું નહીં પડે. અમદાવાદીઓને સાબરમતી નદીમાં સી-પ્લેન બાદ ક્રૂઝ બોટની નવી સુવિધા મળી છે.
Team VTV10:29 PM, 19 Jan 21 | Updated: 10:34 PM, 19 Jan 21
ઉત્તર ગુજરાત અને કચ્છના લોકોને પડતી અગવડતાને કારણે રાજ્યના માર્ગ મકાન વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અધિક્ષક ઈજનેર કચેરીના તમામ મહેકમ સાથે મહેસાણા ખસેડવામાં આવી છે.
કચ્છ જિલ્લાના મુન્દ્રાની એક કોર્ટ દ્વારા વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહાની સામે ધરપકડ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલ બદનક્ષીના દાવાના એક કેસની સુનાવણી દરમિયાન મુન્દ્રાની કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.
Team VTV09:48 PM, 19 Jan 21 | Updated: 09:48 PM, 19 Jan 21
મૂળ ઉત્તર ગુજરાતની વાનગી 'ટોઠા'. આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય બની ચૂકી છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ત્યારે આ શિયાળામાં ઠંડી ઉડાવી દેતાં ચટાકેદાર ટોઠા બનાવવાની સરળ રીત જુઓ Shu Khasoમાં...
આરોગ્ય મંત્રાલયે આપેલા એક નિવેદન પ્રમાણે ભારત ટૂંક સમયમાં જ રસીકરણના મામલે અમેરિકાને પછાડવા જઈ રહ્યું છે, હકીકતે સરકારે આપેલી માહિતી પ્રમાણે ભારત આગામી ત્રણ દિવસોમાં રસીકરણ કરાયેલા લોકોની સંખ્યાના મામલે અમેરિકાને પાછળ પાડી દેશે.
Team VTV09:22 PM, 19 Jan 21 | Updated: 09:23 PM, 19 Jan 21
મોબાઈલ એ લોકો સુધી સરળતાથી અને ઝડપથી પહોંચવાનું માધ્યમ છે. જો કે, તેનો વધુ પડતો વપરાશ માનવીને માનવીથી વિખૂટા કરી રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. આ વિષયના સંદર્ભમાં તાજેતરમાં એક સર્વે જાહેર થયો છે જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સાથે જ 7 મુદ્દા એવા પણ છે જેનાથી સાબિત થાય છે કે, મોબાઇલનું વ્યસન તમને કેટલું છે. આ તમામ વિગતો જાણવા માટે ખાસ જૂઓ....Ek Vaat Kau
Team VTV08:44 PM, 19 Jan 21 | Updated: 08:54 PM, 19 Jan 21
ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીની પેટરનીટિ લીવથી વાપસી થઇ છે જ્યારે કે બોલર ઇશાંત શર્માની ઇજા ઠીક થઇ જતા તે પણ ફરીથી જોડાશે. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ વખતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
Team VTV08:14 PM, 19 Jan 21 | Updated: 08:15 PM, 19 Jan 21
દેશની રાજધાની દિલ્હીમાં આપ સરકારનું મોડેલ સફળ થઇ રહ્યું જણાઈ છે, હાલમાં કેજરીવાલ સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગની રિપોર્ટમાં જાહેર થયેલા આંકડા અનુસાર દિલ્હીના 72.87 ટકા લોકો પ્રાઇવેટની જગ્યાએ હવે સરકારી હોસ્પિટલની સારવાર લેતા થયા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશસનની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 19 જાન્યુઆરી 2021ના રોજ નોંધાયેલા કોરોનાના કેસની જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે કહ્યું કે સંસદની કેન્ટીનમાં સાંસદો અને અન્ય લોકોને ભોજન માટેની સબસિડી બંધ કરી દેવામાં આવી છે. જો કે સ્પીકરે તેનાથી સંબંધિત આર્થિક પાસાં વિશે કોઈ માહિતી આપી ન હતી. પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે સબસિડી નાબૂદ થતાં લોકસભા સચિવાલય વાર્ષિક રૂ. 8 કરોડની બચત કરી શકશે.
ગત 12 ડીસેમ્બરના રોજ ઠાસરા તાલુકાના ડાભસર પાસેની કેનાલમાંથી એક કાર અને વાહનોની લે-વેચ કરનાર સેવાલિયાના શખ્સનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈ નડીઆદ એલસીબી દ્વરા ગણતરીના સમયમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે લુટ અને મર્ડરની ભેદ ઉકેલાતા પોલીસે હાશકારો અનુભવ્યો છે.
આપણે ગામના નામ, સ્ટેશન કે પછી સંસ્થાઓના નામ બદલાતા જોયા છે પરંતુ ગુજરાત સરકારે ફ્રુટનું નામ બદલ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોર્ટીકલ્ચર નીતિની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે ડ્રેગન ફૂડને કમલમ નામ આપતા વિવાદ છંછેડાયો હતો.
Team VTV06:58 PM, 19 Jan 21 | Updated: 07:00 PM, 19 Jan 21
ગઢડાના ગોપીનાથજી મંદિરમાં ચેરમેનના પદને લઈને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે ગઢડા સ્વામિનારાયણ મંદિરના સાધુનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દેવપક્ષના સાધુ ભાનુ પ્રકાશ ગઢડાની ચોક્કસ જ્ઞાતિઓ વિરૂદ્ધ બોલી રહ્યા છે. જોકે સાધુના આ વાયરલ વીડિયોની VTV પુષ્ટી કરતું નથી.
Team VTV06:31 PM, 19 Jan 21 | Updated: 06:33 PM, 19 Jan 21
ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે જે કમિટી રચી હતી તેમાંથી એક સભ્ય ભુપિન્દરસિંહ માનએ રાજીનામુ આપી દીધું હતું. જો કે આ મામલે કમિટીના અન્ય સભ્યોએ આજે જણાવ્યું હતું કે અમે બધા પક્ષોને મળીશું અને વાત કરીશું. ખાસ કરીને ખેડૂતોને, બધાને સાંભળી લીધા પછી જ અમે અમારી રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરીશું.
Team VTV05:49 PM, 19 Jan 21 | Updated: 05:50 PM, 19 Jan 21
સુરત અને ઓલપાડ તાલુકામાં સરકારી જમીનો પર ગેરકાયદે ઝીંગા તળાવ મામલો જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટૂંક જ સમયમાં હવે અતિક્રમણ ને દૂર કરવા અંગેની કામગીરી શરૂ કરવા માટેનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. જે માટે મેન પાવર સાથેની વ્યવસ્થા કરવા અંગેના સૂચનો કલેકટર તરફથી અલગ અલગ સરકારી વિભાગોને આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે(મંગળવાર) ગુજરાતની 2021થી 2025 સુધીની હોર્ટિકલચર પોલિસી જાહેર કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે 'મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન'ની જાહેરાત કરી હતી. તેવામાં હવે હોર્ટીકલ્ચર નીતિ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે.
Team VTV05:27 PM, 19 Jan 21 | Updated: 05:38 PM, 19 Jan 21
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે પાર્ટી મુખ્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે વાત કરતાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ઠંડીની સિઝન અનેક તકલીફો લઇને આવે છે, તેમાં એક તકલીફ વિન્ટર બ્લિઝ કે વિન્ટર ડિપ્રેશન પણ છે. વિન્ટર ડિપ્રેશનના કારણે લોકોમાં નિરાશા, એકાકીપણું, ચીડયાપણું, નબળાઇ અને નકારાત્મક ભાવનાઓ આવવા લાગે છે. લોકો તેને મામૂલી સમજીને ઇગ્નોર કરે છે, પરંતુ તે ડિપ્રેશન કે એન્ગ્ઝાઇટીનું રૂપ લઇ શકે છે. આવા સંજોગોમાં કેટલાંક સુપર ફૂડ છે, જે તમને વિન્ટર ડિપ્રેશનથી દૂર રાખે છે.
Team VTV05:22 PM, 19 Jan 21 | Updated: 05:43 PM, 19 Jan 21
દિલ્હીની ભાગોળે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે 2 મહિના જેટલો સમય થવા આવ્યો છે, સુપ્રીમ કોર્ટ પણ હવે તેમાં એક્ટિવ થઇ ચૂકી છે, છતાં હજુ પણ તેનો કોઈ નિવેડો આવ્યો નથી, આ બધાની વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આજે જણાવ્યું હતું કે એજન્સી આંદોલનમાં 5-5 કિલો લોટ આપવા વાળા લોકોને શોધી રહી છે, જ્યારે કે તેમની પાસે કરવા જેવા ઘણા કામ પેન્ડિંગ પડ્યા છે.