બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mahamanthan / ધોરણ 10 અને 12ના બોર્ડના રેકોર્ડબ્રેક પરિણામની અસર કેવી રહેશે? વિદ્યાર્થીઓને ફાયદા કે નુકસાન?
Last Updated: 09:53 PM, 12 May 2024
ધોરણ 10 અને 12ના પરિણામ આવી ગયા છે અને વિદ્યાર્થીઓ આગળની કારકિર્દી અંગે ચોક્કસ વિચાર વિમર્શન કરી રહ્યા હશે. 2024માં બોર્ડના પરિણામમાં એક વાત ઉડીને આંખે વળગી. પરિણામ ધોરણ 12ના બંને પ્રવાહનું હોય કે ધોરણ 10નું પણ એ ઘણું ઉંચું આવ્યું છે. છેલ્લા કેટલાય વર્ષમાં ન આવ્યું હોય એટલું ઉંચું પરિણામ બોર્ડનું આવ્યું છે. અત્યાર સુધી મોટેભાગે એવું બનતું આવ્યું કે ધોરણ 12માં કે ધોરણ 10માં મોટેભાગે 60 થી 65 ટકા જેટલું પરિણામ આવતું. આ વખતે ચિત્ર જ બદલાઈ ગયું. સરેરાશ પરિણામ 80 ટકાથી ઉપર જતું રહ્યું અને A1 ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી ગઈ. આપણે એ ચર્ચા કરવાની છે કે ઊંચુ પરિણામ આવશે તો સરવાળે મેરિટ પણ ઊંચું જશે તો આવા ઊંચા પરિણામની દૂરગામી અસર શું થશે. સરકાર એવો તર્ક આપે છે કે વિદ્યાર્થીએ પરીક્ષામાં ચોરી જ ન કરવી પડે અને પરીક્ષાનો હાઉ દૂર થઈ જાય એ પ્રકારે જ પેપર સેટ કરવામાં આવ્યા હતા. હવે પરીક્ષા પદ્ધતિમાં પણ આવનારા દિવસોમાં નવી શિક્ષણનીતિ મુજબ જ ફેરફાર થઈ રહ્યા છે ત્યારે સવાલ એ છે કે બોર્ડની પરીક્ષા હવે વિદ્યાર્થી માટે એક રુટીન પરીક્ષા જેવી જ બનીને રહેશે કે કેમ.? પરીક્ષાનો હાઉ દૂર થાય એ વિદ્યાર્થી અને સરવાળે એક આખી પેઢી માટે ઘણી સારી વાત છે તો શું હવે સરકાર શિક્ષણને પરીક્ષાલક્ષીને બદલે જીવનલક્ષી બનાવવાની દિશામાં આગળ વધે છે કે કેમ. ઊંચા પરિણામની દૂરગામી અસર શું રહેશે. ગુજરાતી વિષયમાં પાસ થનારા વિદ્યાર્થી કરતા અંગ્રેજીમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી તેના મૂળમાં શું છે.
ADVERTISEMENT
સારા પરિણામ આવ્યા
ADVERTISEMENT
ધોરણ 10 અને 12ના સારા પરિણામ આવ્યા છે, બોર્ડનું આટલા વર્ષોમાં સૌથી ઊંચું પરિણામ આવ્યું છે. ધોરણ 12ના બંને પ્રવાહમાં ઊંચું પરિણામ આવ્યું તેમજ ધોરણ 10નું પણ ઈતિહાસમાં ઊંચું પરિણામ. સવાલ એ છે કે ઊંચા પરિણામની દૂરગામી અસર કેવી રહેશે?
બોર્ડનું પરિણામ
ધોરણ 10
82.56%
ધોરણ 12 સામાન્ય પ્રવાહ
91.93%
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
82.45%
2023માં બોર્ડનું પરિણામ
ધોરણ 10
64.62%
ધોરણ 12 સામાન્ય પ્રવાહ
73.27%
65.58%
આ પરીક્ષા પદ્ધતિમાં નવું શું હતું?
હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધુ છે. જેમાં હેતુલક્ષી પ્રશ્નો 20%ને બદલે 30% અને વર્ણનાત્મક પ્રશ્નો 80%ને બદલે 70%. વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયની પૂરક પરીક્ષા લેવાશે. માર્ચ અને જુલાઈ બંનેમાંથી જે પરીક્ષાનું પરિણામ સારુ હશે તે ધ્યાને લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષા જુલાઈમાં લેવાશે. ધોરણ 10માં નાપાસ થનાર માટે 3 વિષયની પૂરક પરીક્ષા લેવાશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.