27 સપ્ટેમ્બર એટલે વિશ્વ પ્રવાસન દિવસ. આ દિવસ નિમિત્તે આજે જેસલમેર, હિમાચલ પ્રદેશ, નૈનીતાલ, આગ્રા સહિત દેશના 5 એવા સ્થળો જે વિશ્વના પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.
Heart Attack News: કોરોના કાળના થોડા સમય બાદ એકાએક લોકોના હાર્ટ એટેકથી મોત નિપજવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. 2 દિવસમાં ત્રણ યુવકોએ હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવ્યો છે.
ISRO Mission: ચંદ્રયાન મિશનની સફળતા બાદ ઈસરોની નજર હવે તારાઓ અને સૌર્યમંડળના બહારના ગ્રહોના રહસ્યની જાણકારી મેળવવા પર છે. આઈએનએસએના કાર્યક્રમમાં સોમનાથે કહ્યું અંતરિક્ષ એજન્સી શુક્ર ગ્રહના અભ્યાસ માટે મિશન મોકલવા અને અંતરિક્ષના જળવાયુ તથા પૃથ્વી પર તેમના પ્રભાવનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહ મોકલવાની યોજના પણ બનાવી રહી છે.
Asian Games 2023: એશિયન ગેમ્સનાં આજે ચોથા દિવસે ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મહિલાઓએ 25 મીટર પિસ્ટલ ટીમ ઈવેન્ટમાં બાજી મારી છે. ભારતે અત્યાર સુધી 3 ગોલ્ડ સહિત કુલ 14 મેડલ જીત્યા છે. હવે મહિલાઓએ બાજી મારીને ભારતને વધુ એક ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.
NIA Raid Updates: છેલ્લા થોડા મહિનાઓમાં ખાલિસ્તાની આતંકીઓ અને ગેંગસ્ટર્સની વચ્ચે સંબંધોની જાણકારી સામે આવી છે. તેના બાદથી જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એલર્ટ મોડમાં છે.
રાજ્યમાં વરસાદને લઈ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 25 સપ્ટેમ્બરથી જે પશ્ચિમ-દક્ષિણ રાજસ્થાનનાં જે ભાગો છે ત્યાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. 27 અથવા 28 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય થશે. ચોમાસાની વિદાયની જે શરૂઆત છે.
હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. હિન્દુ પરિવારોમાં પૂજા અને આરતી નિયમિતપણે કરવામાં આવે છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં પૂજાના કેટલાક નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
વિશ્વ પ્રવાસન દિવસ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે, તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત જાહેર કર્યા બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાત આવતા મહિલાઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાન અમદાવાદ ગ્લોબલલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યારે બાદ દાહોદ તેમજ છોટા ઉદેપુરનાં ખાતે 5206 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
samachar supar fast news : ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે બહુ દિવસો બાકી નથી. ICC ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. દરેક ટીમે 9 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં ભારતની મેચ દરમિયાન હવામાન કેવું રહેશે. વાંચો સંપૂર્ણ અહેવાલ...
સુરતમાં સિવિલ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડીનો પર્દાફ્રાશ થયો છે. જેમાં દીકરાની સારવાર માટે એક પિતાએ દિવસભર ભટકવું પડ્યું હતું. આ સમગ્ર બાબત CMO ને ધ્યાને આવતા મામલો થાળે પડ્યો હતો.
Ahmedabad cyber crime : ભારત -પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈ નકલી ટિકિટ પધરાવતા ગઠિયાએ પણ એક્ટિવ થયા છે, ગાંધીનગર PDPUનો વિદ્યાર્થી રવિતેજા પજ્ઞા પંડિત છેતરાયો છે
ઉત્તરાખંડના નૈનિતાલમાં ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા એક કેસિનોનો પર્દાફાશ થયો છે. પોલીસે જુગાર રમી રહેલા 21 યુવાનો અને ગંદો ડાન્સ કરી રહેલી 12 બાર બાળાઓની ધરપકડ કરી છે.