Team VTV07:57 PM, 17 Jan 21 | Updated: 08:05 PM, 17 Jan 21
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIની ટીમે રવિવારે 1 કરોડની લાંચ લેવાના આરોપમાં રેલ્વે એન્જિનિયરિંગ સર્વિસ (IRES)ના વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ બે લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
Team VTV07:54 PM, 17 Jan 21 | Updated: 07:59 PM, 17 Jan 21
17 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 518 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
Team VTV07:25 PM, 17 Jan 21 | Updated: 07:25 PM, 17 Jan 21
વર્ષ 2021ની શરૂઆતમાં સંગીત જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. મહાન ક્લાસિકલ સિંગર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું નિધન થઇ ગયું છે. તેઓ 89 વર્ષના હતા. તેમની પત્ની નમ્રતા ગુપ્તા ખાને આ દુઃખદ માહિતી શેર કરી છે.
કૃષિ કાયદાના વિરોધમાં દોઢ મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ફરીથી કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું કે સરકાર વાતચીત માટે તૈયાર છે પણ કાયદા રદ કરવા સિવાયની કોઇ માંગ હોય તો જણાવો
જંગલો બાદ હવે દીપડાની દહેશત શહેરો સુધી પહોંચી છે. રાજકોટ બાદ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ દેખા દીધા છે. રામોલ વિસ્તારના રાહુલ નાયક મંદિર પરિસરમાં દીપડો દેખાયાની ચર્ચા થઇ રહી છે. એક વાયરલ થયેલી તસવીરને લઇને વનવિભાગે જાણકારી હાથ ધરી છે.
Team VTV06:10 PM, 17 Jan 21 | Updated: 06:10 PM, 17 Jan 21
જમ્મુ-કાશ્મીરમાં ભારત આતંકવાદની સમસ્યા સાથે હજુ પણ સંઘર્ષ કરી રહ્યું છે. આ દરમિયાન, કાશ્મીરના ચિનાર કોર્પ્સના ઈન કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજુએ રાહતના સમાચાર આપ્યા છે.
ગુજરાતના કેવડિયામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને દેશના વિવિધ રાજ્યો સાથે જોડવા માટે આજે 8 જુદી જુદી ટ્રેનો શરૂ કરવામાં આવી છે જેમાં ટૂરિઝમ વધારવા માટે અમદાવાદથી ખાસ જનશતાબ્દી એક્સપ્રેસ પણ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના પ્રકાશમાં આવી છે. મહત્વનું છે કે કિશોરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાતે ફોન કરી પોતાની પર દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતા. માસુમ સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમ આરોપી કોણ છે જોઈએ આ અહેવાલમાં...
Team VTV05:39 PM, 17 Jan 21 | Updated: 05:41 PM, 17 Jan 21
દુનિયાભરમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાનથી થઈ હતી. ઘણા સમય બાગ હવે તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમને તેના મૂળની તપાસ માટે વુહાનની મુલાકાત લેવાની ચીને મંજૂરી આપી છે. જો કે, આ દરમિયાન, એક વીડિયો સામે આવ્યો છે જે ફરી એક વખત પુષ્ટિ કરે છે કે કોરોના વાયરસ ચામાચિડિયાથી મનુષ્યમાં પહોંચ્યો હતો અને તેનું સૌથી મોટું કારણ ચીની વૈજ્ઞાનિકોની બેદરકારી છે.
Team VTV05:16 PM, 17 Jan 21 | Updated: 05:21 PM, 17 Jan 21
ગુજરાતમાં દેશનું સૌપ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની કેવડિયા માટે 8 ટ્રેનને રવાના કરી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' વાળુ કેવડિયા હવે રેલવે કનેક્ટિવિટી સાથે જોડાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, રેલવે મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા હતા. ત્યારે વિદેશી પ્રવાસીઓનો સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સુધીનો પ્રવાસ વધુ સરળ થશે કારણ કે વડોદરામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરવાની તૈયારી થઇ રહી છે.
ભારત સાથે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાને ભારતમાં બનેલી ઓક્સફર્ડની કોરોના વાયરસ વેક્સિનની ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેક વેક્સિનના ઉપયોગની મંજૂરી આપી દીધી છે.
અત્યારે ઓટોમેટિક કારનું ક્રેઝ લોકોમાં વધતું જઈ રહ્યું છે. લોકોની વધતી ડિમાન્ડને જોતા ઓટોમોબાઈલ કંપનીઓ પોતાના શાનદાર મોડલ્સ પર ઓટોમેટિકની સુવિધા આપી રહી છે. માર્કેટમાં ઓટોમેટિક કારોની સારી એવી રેન્જ ઉપલબ્ધ છે. જોકે, મોટાભાગની ઓટોમેટિક કાર પ્રીમિયમ સેગ્મેન્ટમાં આવે છે અને તેની કિંમત પણ વધારે હોય છે. પણ તમને હવે ઓછાં બજેટમાં પણ ઓટોમેટિક કાર મળી શકે છે. મારૂતિ, હ્યૂન્ડાઈ અને રેનોની ઘણી લો બજેટ ઓટોમેટિક કાર તમને મળી રહેશે. ચાલો જાણીએ.
Team VTV03:44 PM, 17 Jan 21 | Updated: 03:45 PM, 17 Jan 21
સૈફ અલી ખાન, ડિમ્પલ કપાડિયા અભિનિત વેબ સિરીઝ 'તાંડવ' શુક્રવારે રિલીઝ થઈ હતી, પરંતુ તેની રિલીઝ થતાં વિવાદ વધુ ગાઢ બન્યો છે. એવો આરોપ છે કે શ્રેણી દ્વારા હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે.
પેટના રોગ ખૂબ જ ખરાબ હોય છે. તેના કારણે આપણાં આખા શરીર પર ખરાબ અસર થાય છે. એમાં પણ પેટમાં ચાંદા પડવા એટલે કે અલ્સરની સમસ્યા બહુ જ ખરાબ હોય છે. પેપ્ટિકનો અર્થ પાચનતંત્ર થાય છે. એટલે કે પાચનતંત્ર સંબંધિત ઘાને પેપ્ટિક અલ્સર ડિસીઝ કહે છે. વર્તમાન સમયમાં ઘણાં લોકોને એસિડિટી થતી હોય છે અને તેના કારણે લોકોને ક્યારેક ને ક્યારેક પેપ્ટિક અલ્સર થતું હોય છે. આ રોગમાં પેટમાં ઈજા થાય છે. ઘા ધીમે ધીમે વધી જાય છે, જેને કારણે આંતરડામાં છિદ્ર, બ્લીડિંગ થઈ શકે છે.
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મોથી ભલે દૂર છે પણ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ નવ્યાએ તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક કર્યુ છે. સોશિયલ મીડિયા પર નવ્યાની એકથી એક ચડિયાતી તસવીરો છે. હવે નવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે. જેના પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યાં છે. આ તસવીર પર નવ્યાના મિત્ર અને જાવેદ જાફરીના દિકરા મીઝાન જાફરીએ પણ કમેન્ટ કરી છે.
Team VTV02:45 PM, 17 Jan 21 | Updated: 02:51 PM, 17 Jan 21
અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડને પોતાના પ્રશાસનમાં અગત્યના પદ પર ઓછામાં ઓછા 20 ભારતીય-અમેરિકનોને નિયુક્ત કર્યા છે, જેમાં 13 મહિલાઓનો સમાવેશ છે. આ 20 ભારતીય-અમેરિકનોમાંથી, ઓછામાં ઓછા 17 લોકો શક્તિશાળી વ્હાઇટ હાઉસમાં મહત્વપૂર્ણ હોદ્દા પર રહેશે.