પેટ્રોલના ભાવમાં રૂ .20.82 નો જંગી વધારો નોંધવામાં આવ્યો છે. કોરોના વાયરસના આ સમયમાં લોકો પેટ્રોલની વધેલી કિંમતોથી પણ નારાજ છે. આવી સ્થિતિમાં પેટ્રોલના ભાવમાં 25 માર્ચ 2020 થી અત્યાર સુધીમાં અંદાજિત 20.82 રૂપિયા વધારો ઝીંકવામાં આવ્યો છે.
કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લેતા અમદાવાદના GMDC મેદાન ખાતે આવેલા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે 900 બેડની હોસ્પિટલની તૈયારી જોવા આવેલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની સ્થિતિ મુદ્દે હાઇલેવલ બેઠક યોજી હતી.
દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને દરરોજ અનેક લોકોના મોત થઇ રહ્યા છે. પ્રથમ લહેરમાં આ બીમારી માત્ર વૃદ્ધો માટે જ જીવલેણ સાબિત થઇ રહી હતી પરંતુ બીજી લહેરમાં યુવાનો અને બાળકો ઝપેટમાં આવી રહ્યા છે.
દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેરના પગલે દેશમાં મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત વધી છે. ભારતીય વાયુસેના કટોકટીની આ સ્થિતિમાં મદદ કરવા મેદાને પડી છે.
યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના વેક્સિન એક્સપર્ટે જણાવ્યું કે હાલમાં કોરોનાની જે વેક્સિન ઉપલબ્ધ છે તે એક વર્ષ સુધી કોરોનાની સામે રક્ષણ આપી શકે છે.
દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેરના કારણે સ્થિતિ રોજબરોજ બગડતી જઈ રહી છે, અને ઘણા રાજ્યોમાં ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને આઇસીયુ બેડની પણ અછત પડી રહી છે.
દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો અને ઓક્સિજન અને કોવિડ બેડની તંગીને લઈને ઘમાસાણ મચ્યું છે. કોવિડ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે દિલ્હી સરકારે વધુ ઓક્સિજનનની માગ કરી હતી.
બધાંએ પોતાના ડાયટમાં સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા કઠોળ સામેલ કરવા જ જોઈએ. સ્પ્રાઉટ્સમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.