કોરોના ટ્રાયલને લઈને અમદાવાદથી મોટી રાહતના સમાચારઃ દેશવાસીઓને સૌથી પહેલા મળનારી કોવેક્સિનની કોઈ આડઅસર નહી, કોરોના વેક્સિનની ટ્રાયલમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યાં છે શહેરીજનો
કોરોના ટ્રાયલને લઈને અમદાવાદથી મોટી રાહતના સમાચારઃ દેશવાસીઓને સૌથી પહેલા મળનારી કોવેક્સિનની કોઈ આડઅસર નહી, કોરોના વેક્સિનની ટ્રાયલમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યાં છે શહેરીજનો
કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે ધોરણ-10 અને 12ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આજરોજ જૂનાગઢના કેશોદમાં 11 વિદ્યાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Team VTV02:27 PM, 18 Jan 21 | Updated: 02:29 PM, 18 Jan 21
Whatsappની પ્રાઈવેસી પોલિસીને લઈને દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનવણી કરવામાં આવી. સુનવણી દરમિયાન અરજકર્તાએ અપીલ કરતા કર્યું કે Whatsappની નવી પોલિસીથી પ્રાઈવસીનો ભંગ થાય છે એટલા માટે જલ્દી કોઈ કાર્યવાહી કરવામાં આવે. અરજકર્તાની માંગ સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે આ એક પ્રાઈવેટ એપ છે. જો તમારી પ્રાઈવસીને અસર થઈ રહી છે તો તમે Whatsapp ડિલીટ કરી નાંખો. હાઈકોર્ટે આ મામલામાં કોઈ પ્રકારની કોઈ નોટિસ ન જારી કરતા કહ્યું કે આના પર વિસ્તૃત સુનવણીની જરુર છે. હવે કેસની સુનવણી 25 જાન્યુઆરીના રોજ થશે.
Team VTV02:14 PM, 18 Jan 21 | Updated: 03:09 PM, 18 Jan 21
કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાતના ભણકારા જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા મતદાતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા મહાજનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઇને અમદાવાદના મોડાસર ગામે રાજીવ સાતવ અને અમિત ચાવડા ટ્રેકટર રેલીમાં જોડાયાં.
Team VTV02:01 PM, 18 Jan 21 | Updated: 02:03 PM, 18 Jan 21
લગ્નને જન્મોજન્મનું બંધન માનવામાં આવે છે પણ અગર કોઈ એક જ જનમમાંજ ઘણા બધા અલગ અલગ લોકો સાથે લગ્ન કરી લે તો? હા જો તમે પણ મેટ્રીમોનિયલ સાઈટ પરથી વર કે વધૂ પસંદ કરવાના હોવ તો આ કિસ્સો એક વાર વાંચી લો.
અભિનેત્રી રિચા ચડ્ડા પોતાના અતરંગી રોલના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેની આવનારી ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટરને લઇને તે વિવાદમાં છે. તેની આગામી ફિલ્મના પોસ્ટરમાં ઋચા તેના હાથમાં સાવરણી લઇને ઉભી છે, જેના પર લોકોએ આપત્તિ જતાવી છે. આ વાત પર રિચાની જીભ કાપવાની પણ ધમકી મળી છે.
Team VTV01:49 PM, 18 Jan 21 | Updated: 02:02 PM, 18 Jan 21
મહારાષ્ટ્રના રાજકારણે ગત વિધાનસભાના પરિણામ સામે આવ્યા બાદ અચનાક નવો વળાંક લીધો હતો. ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને ચૂંટણી લગનારી શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ સાથે NDA સાથે છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી સાથે નવા ગઠબંધન સાથે મહાવિકાસ અઘાડી (MVA)નુ નિર્માણ કર્યુ. જોકે હાલમાં જ સરકારે એક વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે.
દેશમાં કોરોના રસીકરણની શરુઆત થઈ ગઈ છે. ભારતે પહેલા દિવસે 2 લાખથી વધારે લોકોને રસી લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ આ બધાથી અલગ રસીકરણને લઈને રાજકારણ ગરમાયું છે. જેની એક ઝલક દિલ્હીમાં જોવા મળી છે. હકિકતમાં રસીકરણના પહેલા દિવસે દિલ્હીમાં લક્ષ્યથી અડધા લોકોને રસી આપવામાં આવી જેના પર વિવાદ થયો છે.
પાકિસ્તાનના સિંઘને અલગ દેશ બનાવાની માંગ તેજ બની ગઇ છે. રવિવારે સિંઘના સાન કસ્બામાં હજારોની સંખ્યામાં લોકોએ પ્રદર્શન કર્યું. આ દરમિયાન તેઓના હાથમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેટલાંક વિદેશી નેતાઓના ફોટા જોવા મળ્યા. પ્રદર્શનકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી કે વિશ્વના નેતા સિંઘને અલગ દેશ બનાવામાં મદદ કરે.
ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ મૅચમાં શ્રીલંકાએ બીજી ઇનિંગમાં 359 રન બનાવીને ઇંગ્લેન્ડને જીત માટે 74 રનનો લક્ષ્ય આપ્યો છે. ત્યાં જ સ્ટંપ થવા સુધી ઇંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 38 રન બનાવી લીધા છે.
શું અત્યાર સુધી તમારું ઈન્કમ ટેક્સ રિફંડ નથી આવ્યું? જોજો, તમે આ 3 ભૂલો તો નથી કરી દીધી ને. જો તમારું રિફંડ નથી આવ્યું તો ફટાફટ ચેક કરી લો. તમને જણાવી દઈએ કે, ઘણી વખત તો ટેક્સપેયર્સને રિફંડ એક સપ્તાહની અંદર જ મળી જાય છે અને ઘણી વખત સમય પણ લાગી જાય છે. ચાલો તમને જણાવીએ કે, ટેક્સ રિફંડનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકાય છે અને કયા કારણોસર રિફંડ મળવામાં લેટ થાય છે.
વિદેશોમાં જમા કાળા ધન, બેનામી પ્રોપર્ટી રાખનારા અને ટેક્સ ચોરી કરનારા પર વિરુદ્ધ કેન્દ્ર સરકાર ક્યાં અને કેવી રીતે પગલા ભરી રહી છે તે હવે તમે પણ જોઈ શકો છે. તેવામાં લોકોની વિરુદ્ધ તમારા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અપર સરકાર એક્શન લઈ રહી છે તેને તમે સમય સમય પર ચેક કરી શકો છો. આ માટે કેન્દ્ર સરકારે ઈ- ફાઈલિંગ પોર્ટલ શરુ કર્યું છે. આ ખાસ નંબરની મદદથી તમે તમારી ફરિયાદનું સ્ટેટસ જોઈ શકો છો.
એસિડિટી કોઈને પણ થઈ શકે છે, પરંતુ આધુનિક જીવનશૈલી અને કેટલીક ખાસ સ્થિતિના કારણે એ સમસ્યા ઘણી વધી જાય છે. ઘણીવાર આપણને ખાવામાં અલગ-અલગ સ્વાદ પસંદ આવે છે પણ આ જ સ્વાદ ક્યારેક એસિડિટી પેદા કરે છે. આપણે ઘણી એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જેમાં એસિડ રિફ્લેક્શન થાય છે. જેથી આજે અમે તમને થોડાં ઘરેલૂ ઉપાય જણાવીશું, જે એસિડિટીની સમસ્યાને દવાઓ વિના મટાડશે.
જ્યારે આપણે કોઇ જગ્યાએ ફરવા અથવા તો કોઈ લાંબી યાત્રા પર જઈએ છીએ ત્યારે સૌથી પહેલો ખ્યાલ એ જ આવે છે કે જમવાની વ્યવસ્થા કેવી રીતે કરીશું. કારણ કે યાત્રા દરમિયાન ખોરાકનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો ભોજનમાં થોડી પણ ચૂક થઇ જાય તો પેટની સમસ્યાઓ થઇ શકે છે. જેમકે, ઝાડા, કબજીયાત, એસિડિટી, ઊલટી વગેરે. જેથી જો તમે કોઇ જગ્યાએ ફરવા જઇ રહ્યાં છો તો તમારે તમારા ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ માટે બની શકે તો તમારે યાત્રા સમયે વધારે તળેલા ભોજનથી દૂર રહેવું જોઇએ કારણ કે, તળેલું ભોજન તમારા પાચનતંત્રને વધારે નુકસાન પહોંચાડી શકે છે. જો તમારું પેટ જ ઠીક નહીં હોય તો તમારી યાત્રાની મજા બગડી જશે. સાથે જ, જ્યાં તમે ફરવા જઇ રહ્યા છો ત્યાં તમે સરખી રીતે ફરી નહીં શકો અને આખા પ્રવાસ દરમિયાન, પાચનની સમસ્યાઓ, ઊલટી, ઝાડા વગેરેની તકલીફો થશે. જેથી આજે અમે તમને ઊલટી માટેના ખાસ ઉપાયો જણાવી રહ્યાં છે. જેનો તમે યાત્રા દરમિયાન અથવા તો ગમે ત્યારે ઊલટીની સમસ્યા થાય ત્યારે ઉપયોગ કરી શકો છો.
Team VTV11:33 AM, 18 Jan 21 | Updated: 11:37 AM, 18 Jan 21
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ એક વાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે કે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધતા ખેડૂતોની પૂંજી હડપવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે પોતાના સૂટ બૂટ વાળા મિત્રોને 8, 75,000 કરોડનું દેવું માફ કરનારાની મોદી સરકાર અન્નદાતાઓની પૂંજી સાફ કરવામાં લાગી છે.
Team VTV11:30 AM, 18 Jan 21 | Updated: 12:33 PM, 18 Jan 21
કોરોના વાયરસ મહામારી સામે આવ્યા પછી પ્રખ્યાત વાયરોલૉજિસ્ટ અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરના પૂર્વ પ્રોફેસર ડોકટર ટી જૈકબ જૉન સતત પોતાના વિચારો આપી રહ્યાં છે. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં ડો. જેકેબે જણાવ્યું કે કોરોના વાયરસ હવે પૂર્ણ થવાના આરે છે અને એકથી બે મહિનાની અંદર સ્થિતિ સામાન્ય થઇ જશે.
ડુંગળી શિયાળામાં આપણે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લઈએ છીએ. ડુંગળી ખાવું ખાસ કરીને હેલ્થ માટે ઉપયોગી છે. પરંતુ તમે લાલને બદલે સફેદ ડુંગળી ખાઓ છો તો તે હેલ્થ માટે ફાયદો કરે છે. સફેદ ડુંગળી ઉંમર વધારવાની સાથે સાથે અનેક રોગમાં લાભદાયી છે. તો જાણો કઈ રીતે આપે છે ફાયદો.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના બેબાક અને બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. પંગા ગર્લ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ડર્યા વિના પોતાના વિચારો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. કંગના આમ તો મોટાભાગે ફિલ્મ, રાજકરણ અને સામાજિક મુદ્દાઓ વિશે વાત કરતી જોવા મળે છે, જોકે, હવે કંગનાએ એ વાતનો ખુલાસો કર્યો છે કે, નેપોટિઝ્મ અને બોલિવૂડ માફિયા કરતાં પણ એક વસ્તુ છે જે સૌથી ખરાબ છે, જેની આદત તેને અત્યાર સુધી પડી નથી.