ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત
કોરોના અપડેટ(13-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 583 નવા કોરોનાના કેસ નોંધાયા, કુલ આંકડો 253744 પર પહોંચ્યો. આજે 792 દર્દીઓ સાજા થયા અને 4 દર્દીઓના મોત થયા.
કોરોના અપડેટ(13-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 583 નવા કોરોનાના કેસ નોંધાયા, કુલ આંકડો 253744 પર પહોંચ્યો. આજે 792 દર્દીઓ સાજા થયા અને 4 દર્દીઓના મોત થયા.
 • ગંભીર આરોપ / કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યુ થતા...

  kutch police interrogation men death

  કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યું થતા પોલીસ સામે સવાલ ઉઠી રહ્યાં છે. ઘરફોડ ચોરીના કેસમાં યુવકની પૂછપરછ ચાલી રહી હતી. જો કે પૂછપરછ દરમિયાન યુવકને છાતીમાં દુઃખાવો થયાની ફરિયાદ ઉઠી હતી. 

 • નુકસાન / માથાના દુખાવાથી પરેશાન લોકો સાવધાન થઈ જજો, આવી ભૂલ કરશો તો થશે ગંભીર નુકસાન

  Headaches

  આજકાલ હળવા માથાના દુખાવામાં પણ લોકો પેનકિલર લેતા હોય છે. લાંબા સમય સુધી નિયમિતપણે પેનકિલર લેવાથી તીવ્ર દુખાવો ઉત્પન્ન થઈ શકે છે. અને આ દુખાવો પછી દવાઓ લેવાથી પણ જતો નથી. ન્યૂરોલૉજિકલ પ્રોબ્લેમ પણ વધી જાય છે. રૂટીનમાં લેવાતી એલર્જી, એસિડિટી, નર્વપેઈન, બ્લડ અને શુગર મેડિસિનનો હદ કરતા વધુ ઉપયોગ નુકસાનદાયી સાબિત થઈ રહ્યો છે. ચાલો જાણીએ માથાના દુખાવામાં દવાઓ ખાવાથી થતાં નુકસાન.

 • યોજના / આ એક ભૂલના કારણે ખેડૂતોના ખાતામાં નથી આવી રહ્યાં પૈસા, આ સરળ પ્રોસેસથી તરત જ...

  pm kisan samman nidhi scheme

  મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા અને ખેતીમાં તેમની મદદ કરવા 2018માં એક ખાસસ્કીમ શરૂ કરી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે સરકાર ખેડૂતોને 6000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. સરકાર આ 6,000 રૂપિયા વર્ષે 3 હપ્તાના આધારે આપે છે. 4 મહિનામાં એક હપ્તો આવે છે. અત્યાર સુધીમાં સરકારે 6 હપ્તામાં પૈસા ખેડૂતોને આપ્યા છે. સાતમો હપ્તો પણ ડિસેમ્બરથી આવવાનો શરૂ થઈ ચૂક્યો છે.

 • અટકળ / જૂનાગઢમાં CM રૂપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના આ નેતા દેખાતા અટકળોનું બજાર...

  Gujarat CM Vijay Rupani Junagadh congress mla local body election

  ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય દેખાતા ફરી નવાજૂનીનાં એંધાણ જોવા મળી રહ્યાં છે. 

 • Sports / ભારતની ઐતિહાસિક જીત બાદ રડી પડ્યા રવિ શાસ્ત્રી, 'કોચ તો ડ્રેસિંગરૂમમાં બેસી...

  ravi shashtri

  ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીને મુંબઇની ભાષામાં ખડુસ કહેવામાં આવે છે, એટલે કે સામાન્ય રીતે તે પોતાના ઇમોશન્સ જાહેર કરતા નથી પરંતુ ભારતની યુવાટીમની ઓસ્ટ્રેલિયામાં શાનદાર જીત બાદ રવિશાસ્ત્રી પોતાના આંસુઓ પર કાબૂ ન રાખી શક્યા.

 • UP / મકાન બનાવવા માટે કોઈ લાંચ આપવી પડી હતી? PM મોદીના સવાલનો લાભાર્થીએ જાણો શું...

  PM Modi

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના પીએમ આવાસ યોજના ગ્રામીણ(Pradhan Mantri Awaas Yojana – Gramin)એટલે કે પીએમએવાય-જી, રૂ. 2,691 કરોડની આર્થિક સહાય રજૂ કરી છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્મયથી લાભાર્થીઓને મળ્યા હતા.

 • સૂચન / 26મીએ ખેડૂતોનું અલ્ટિમેટમ : SCએ પણ કહી દીધું અમે દખલ નહીં કરીએ, પોલીસ જ...

  hc

  ખેડૂતોની ગણતંત્ર દિવસ પર થનારી ટ્રેક્ટર રેલીને લઈને દિલ્હી પોલીસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલુ છે. આ દરમિયાન કોર્ટે એકવાર ફરી વાગોળ્યું તે રેલીને લઈને નિર્ણય દિલ્હી પોલીસ કરશે. ન્યાયાલયે કેન્દ્ર સરકારની ટ્રેક્ટર રેલીને લઈને અરજી પાછી લેવાને લઈને પુછ્યું. એ બાદ કેન્દ્ર સરકારે અરજી પાછી લઈ લીધી છે.

 • રેપ / હેવાને 13 વર્ષની કિશોરીનો બળાત્કાર કરી તેને જીવતી દફનાવી, પત્થર અને કાંટા...

  rape

  મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાં એક હચમચાલી દેવાનારી ઘટના સામે આવી છે. આ એક 13 વર્ષની કેશોરીની સાથે રેપ કર્યા બાદ તેને જીવતી દફનાવી દેવામાં આવી. સમય રહેતા પરિવારે પોતાની દીકરીને શોધી લીધી હતી. કિશોરીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની હાલત સ્થિર છે. આ જઘન્ય ગુનાના આરોપી સુશીલ વર્માની ધરપકડ કરી લેવામાં આવી છે.

 • નિવેદન / કલોલમાં નીતિન પટેલ બોલ્યાં, આ લોકોને હેરાન કરનારા ચેતી જાય, હું કોઇને ધમકી...

  gujarat DyCM Nitin patel kalol

  ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કલોલ ખાતે આડકતરી ચીમકી આપતા કહ્યું પ્રજા-વેપારીઓને જે લોકો કનડે છે તેમને નહીં છોડીએ. હું કોઇને ધમકી આપતો નથી. અહીં કલોલમાં બધા સારા માણસો છે. 

 • બોલિવૂડ / બધા કામ છોડીને જલ્દી શાહીનબાગ પહોંચો કેમકે ત્યાં...તાંડવના એક્ટર ઝીશાન...

  zeeshan ayyub

  બોલિવૂડ એક્ટર ઝીશાન અયુબ હાલમાં વૅબ સિરીઝ તાંડવને લઇને ચર્ચામાં છે. ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની ડેબ્યુ વૅબ સિરીઝ તાંડવમાં ઝીશાનનો એક ડાયલોગ છે જેના કારણે ઝીશાન અને વૅબ સિરીઝની ચારે તરફ આલોચના થઇ રહી છે. ઝીશાનનો એક જૂનો વીડિયો આગની જેમ ફેલાઇ રહ્યો છે. 

 • રસીકરણ / ચાર દિવસમાં 6 લાખ લોકોને અપાઈ કોરોનાની રસી, 1,080 લોકોમાં જોવા મળી આડ અસર

  coronavirus

  સરકારે મંગળવારે કહ્યું કે કોવિડ 19થી બચવા માટે રસી લેનારા કુલ લોકોમાંથી 0.18 ટકામાં આડ અસર જોવા મળી છે. જ્યારે 0.002 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જે બહું નીચલુ સ્તર છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલે કહ્યું કે રસીકરણ બાદ આડ અસર અને ગંભીર સમસ્યા હજું સુધી જોવા મળી નથી. પ્રતિકુળ અસરના નગણ્ય મામલા આવ્યા છે. તેમણે એ વાત પર ભાર મુક્યો કે બન્ને રસી સુરક્ષિત છે.

 • વિવાદ / ગાયબ થયેલા ચીની અરબપતિ જૅક મા અચાનક દુનિયા સામે આવ્યા, કહી દીધી આ મોટી વાત

  jack ma

  ચીનના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ અને કરોડો લોકોના પ્રેરણાસ્ત્રોત રહેલા જૅક મા અચાનક જ દુનિયાની સામે આવ્યા છે. દુનિયામાં વધતા દબાવ બાદ ચીની સરકારે સરકારી પેપર ગ્લોબલ ટાઇમ્સમાં જૅક માનો એક વીડિયો પ્રકાશિત કર્યો છે. જૅક માએ કહ્યું કે જ્યારે કોરોના વાયરસ નાબૂદ થશે ત્યારે આપણે ફરી મળીશું. 

 • અમદાવાદ / જમીનમાં નામ ચડાવવા મામલે ધોળકાના મામલતદારને ACBએ 25 લાખની લાંચ લેતા ઝડપ્યાં

  Ahmedabad dholka mamlatdar acb bribe arrested

  અમદાવાદ જિલ્લાના ધોળકાના મામલતદાર જમીનમાં નામ ચડાવવા માટે 25 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયાં છે. ACBએ મામલતદાર હાર્દિક ડામોર અને વચેટિયાની ધરપકડ કરી છે. 

 • કામની વાત / મહિને બંધાયેલા પગારમાં ખુશ નથી? આ રહ્યા સરળતાથી એક્સ્ટ્રા ઇન્કમના રસ્તા

   earn beyond salary

  મિડલ ક્લાસ માટે નોકરી જ સર્વસ્વ હોય છે કારણ કે વધારાની આવકના કોઇ સ્ત્રોત મિડલ ક્લાસના લોકો માટે ઉપલબ્ધ નથી. પરંતુ વ્યવસાય કે નોકરી સિવાય પણ નાણાં કામવવાના ઘણા રસ્તા છે અને આ રૂપિયા તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે.

 • રાજકારણ / આ ભાજપશાસિત રાજ્યમાં નવા-જૂનીના એંધાણ : મુખ્યમંત્રી વિરુદ્ધ દિલ્હી કૂચની...

  yeddyurappa

  કર્ણાટકમાં ભાજપની સરકાર પોતાના ધારાસભ્યોના બળવાખોર વલણથી પરેશાન છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્ય ભાજપના લગભગ 15 ધારાસભ્યોએ યેદિયુરપ્પાની વિરુદ્ધ મોર્ચો માંડ્યો છે. તેમની યોજના છે કે તે દિલ્હીમાં હાઈકમાન સાથે મુલાકાત કરશે. હાલમાં જ કર્ણાટકમાં કેબિનેટનો વિસ્તાર કરી 7 લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. યેદિયુરપ્પાની વિરુદ્ધ એકજૂથ થયેલા ધારાસભ્યોનું કહેવું છે કે તેમને ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા છે જે પહેલા મંત્રી હતા. તેમને દાવો છે કે સરકારમાં મંત્રી બનાવવાના માપદંડો ખોટા છે.

 • OMG / અમિતાભની એક અપીલથી શિવરાજ સરકારે પોલીસકર્મીનું કરી દીધું ટ્રાન્સફર,...

  amitabh bachan

  બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કેબીસી સિઝન 12મી સિઝનનું સંચાલન કરી રહ્યાં છે, તે હંમેશાની જેમ કન્ટેસ્ટન્ટ્સ સાથે સુંદર રીતે વાત કરે છે અને ખેલને રસપ્રદ બનાવે છે. હાલમાં જ કેબીસીના સેટ પર એક પોલિસ કોન્સ્ટેબલ આવ્યો હતો જેણે 25 લાખ રૂપિયા જીત્યા હતા. તે સિવાય તેને એક બીજો પણ ફાયદો થયો હતો. 

 • ઉલ્લંઘન / સુરતમાં કોંગ્રેસ નેતાએ ફરી કર્યું નિયમોનું ઉલ્લંઘન, ભોજન સમારંભમાં ઉમટી...

  surat congress leader coronavirus local body election

  સુરતમાં કોરોનાકાળ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. વાયરલ થયેલા વીડિયોમાં કોંગ્રેસના નેતા નિલેષ કુંભાણીના ભોજન સમારંભમાં લોકોની ભીડ ઉમટેલી જોવા મળી. જો આ અગાઉ પણ નિલેષ કુંભાણીએ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. 

 • હેર પ્રોબ્લેમ / શેમ્પૂ કરવાના માત્ર 10 મિનિટ પહેલાં લગાવો આ વસ્તુ, વાળ થશે એકદમ મજબૂત, ડેમેજ...

  Natural Hair Conditioner For Damage Free Hair

  વાળ ડેમેજ થવા પાછળ અને નબળા થવા પાછળ અનેક કારણો રહેલાં છે. અત્યારના સમયમાં મોટાભાગના લોકોને વાળની સમસ્યા થતી હોય છે. ખાસ કરીને શિયાળામાં આ સમસ્યાઓ વધી જતી હોય છે. આ સીઝનમાં વાળ વધુ શુષ્ક થઈ જાય છે, જેના કારણે વાળ વધુ ડેમેજ થાય છે ખરવા લાગે છે.

 • આંદોલન / સરકાર સાથે આજે ફરી વાતચીત કરશે ખેડૂતો, બન્ને પક્ષ પોતાના વલણ પર અડગ

  farmers

  ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની વચ્ચે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે આજે 10માં દોરની વાતચીત થશે. ખેડૂતો જ્યાં કાયદાને રદ્દ લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર પણ પીછે હટના મુડમાં નથી. ત્યારે આજે થનારી 10માં દોરની વાતચીતના પરિણામ પણ ના બરાબર જ મનાઈ રહ્યા છે. ગત બેઠકમાં સરકારે ખેડૂતોને 3 કાયદા પર પોઈન્ટ વાર વાત કરવા કહ્યુ હતુ. તેમના પાકો પર એમએસપી પર પણ વાત આગળ વધારવા પર સંકેત આપ્યા હતા. બેઠકની પહેલા કૃષિ મંત્રાલયના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકાર તરફથી રાખવામાં આવેલા પ્રસ્તાવો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતુ.

 • ટેલિવૂડ / તારક મહેતામાં નાની અમથી વાતને લઈને તારક અને અંજલી વચ્ચે થઈ બબાલ, જાણો હવે...

  Taarak Mehta Ka Ooltah Chashmah

  ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડમાં એક નવો ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે. ત્યારે થોડાં દિવસોથી પોપટલાલના લગ્નને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી હતી, ત્યારે હવે શોમાં એક રસપ્રદ ઘટના જોવા મળશે. હમેશાં ડાયટ પર રહેનારા તારક મહેતા રસગુલ્લા ખાવાની ઈચ્છા થતાં તેમની ડાયટનું રૂટીન બ્રેક કરવાના છે. આ દરમિયાન એક રસગુલ્લા માટે તારક અને અંજલી વચ્ચે જબરદસ્ત તનાતની જોવા મળશે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, તારકને રસગુલ્લા ખાવા મળે છે કે નહીં.

 • ગુજરાત / કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે સરકારી જમીન દબાવી હોવાના આક્ષેપને...

  kunvarji bavaliya

  ગુજરાતમાં એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભણકારા વાગી રહ્યાં છે ત્યારે બીજી તરફ ચૂંટણી અગાઉ જૂના પ્રકરણો ફરી ખુલી રહ્યાં છે. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે 100 વિઘા સરકારી જમીન દબાવી હોવાના આક્ષેપને કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી છે.

 • બેદરકારી / શું કોરોનાની રસીનાં 1000 ડોઝ ખરાબ થઈ ગયા? સરકારે આપ્યા તપાસના આદેશ, જાણો ક્યાં...

  coronavirus

  આસામ સરકારના સ્વાસ્થ્ય વિભાગે કોરોનાની રસીના 1 હજાર ડોઝને તપાસ માટે લેબમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ તમામ દવાઓ સિલ્વર મેડિકલ કોલેજની રસી સ્ટોરેજ યુનિટમાં રાખલામાં આવી હતી. આ તમામ દવાઓ જામેલી હાલતમાં મળી હતી. જે બાદ તેના ખરાબ થવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 • રાહતના સમાચાર / ગુજરાતમાં આ શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલો થઇ ખાલીખમ, 94 ટકા બેડ ખાલી

  covid19 private hospital bad ahmedabad

  ગુજરાતમાં હાલ કોરોનાને લઇને રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની ખાનગી કોવડ હોસ્પિટલો ખાલીખમ જોવા મળી રહી છે. શહેરીની ડેઝિગ્રેટેડ હોસ્પિટલમાં 94 ટકા બેડ ખાલી જોવા મળ્યાં છે. 

 • વિરોધ વંટોળ / 'તાંડવ'નો થઈ રહ્યો છે ઉગ્ર વિરોધ, હવે BJP નેતા સૈફ પર ભડક્યો, કહ્યું- અમે તારા...

  saif ali khan

  ભાજપના નેતા રામ કદમે તાંડવ વેબ સીરિઝ પર વિરોધ જાહેર કરતા રામ ભક્તો અને શિવ ભક્તોને અભિનેતા સૈફ અલી ખાનના ઘરની બહાર એકઠા થવાની અપીલ કરી છે. રામ કદમે ટ્વિટર પર લખ્યું, બધાં દેશવાસીઓ, રામ ભક્તો અને શિવ ભક્તો ચલો ચલો સૈફ અલી ખાનના નિવાસ સ્થાને! તેમણે ટ્વિટમાં આગળ લખ્યું, સૈફ અલી ખાનજી વેબ સીરિઝ તાંડવની સ્ક્રિપ્ટ સાંભળીને, વેબ સીરિઝમાં દેવી-દેવતાઓ, હિન્દુ ધર્મનું અપમાન કરતા શબ્દો અને દ્રશ્યોનો એક ભાગ તમારી સામે આવ્યો હશે, ત્યારે તમે મૌન કેમ રાખ્યું? નિર્માતાઓમને કેમ રોક્યા નહીં? શું તમે સીરિઝમાં દેખાડવામાં આવેલાં અપમાનજનક દ્રશ્યો, સંવાદોનો સમર્થન કરો છો? અને જો વિરોધ હતો તો તમે સમાજમાં ભાગલા પાડનારા લોકો સાથે કેમ કામ કર્યું?

બ્રેકિંગ ન્યૂઝ