સામાન્ય રીતે આપણે ત્યાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. પણ જો તમારા પાડોશી સૂર્યાસ્ત બાદ તમારી પાસે અહીં આપેલી 5 ચીજમાંથી કોઈ પણ 1 ચીજ માંગે છે તો તમે તેમને ન આપો. જ્યોતિષમાં કહેવાયું છે કે આ 5માંથી કોઈ પણ ચીજ સૂર્યાસ્ત બાદ પાડોશીને આપો છો તો તમે કંગાળ થવાની રાહ પર જઈ રહ્યા છો. તો રહો સતર્ક અને જાણો આ ચીજના નામ.
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે. એસબીઆઈએ કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવાની અપીલ કરી છે. આવું કરવાથી તમે તમારી મહેનતનથી કમાણીથી હાથ ધોઈ શકો છો. આ ઉપરાંત બેંકે કહ્યું કે ઇન્સ્ટન્ટ લોન આપનારી એપથી પણ સાવધાન રહો. બેંક તરફથી ગ્રાહકો માટે સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે. બેંકે ગ્રાહકોને કહ્યું છે કે કોઈપણ એપના ચક્કરમાં પડવું નહીં. તેનાથી ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે આવી એપ લોકોને મિનિટોમાં લોન આપવાના બહાને પોતાના ચક્કરમાં ફસાવી લે છે અને તેમને ઊંચા દરો પર લોન આપે છે. આ એપ લગભગ 35 ટકાના દર પર લોન આપે છે.
દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1 કરોડ 6 લાખ 25 હજાર 428 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ગત 24 કલાકમાં 14 હજાર 545 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુરુવારે 18 હજાર 2 લોકો સાજા થયા છે. આ દરમિયાન 163 દર્દીઓના જીવ ગયા છે. કોરોનાથી અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 83 હજાર 708 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 1 લાખ 53 હજાર 32 લોકોના જીવ ગયા છે. કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ગુરુવારે 20 લાખને પાર થઈ ચૂકી છે. આ સંખ્યામાં દુનિયાના 10માં સૌથી અસરગ્રસ્ત દેશ જર્મનીના સંક્રમિતોથી લગભગ 1 લાખ જ ઓછી છે. જર્મનીમાં અત્યાર સુધી 2.92 લાખ દર્દીઓ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 50 634 મોત થઈ ચૂક્યા છે.
બુધને નવ ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. આ સાથે તે વાણી, ચેતના, વ્યાપાર, ત્વચાનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ 25 જાન્યુઆરીએ સાંજે 4.19 મિનિટે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. આ સમયે કેટલીક રાશિઓના જાતકોની મુશ્કેલી વધશે અને સાથે કેટલીક રાશિના જાતકોને મોટો લાભ થશે. તો જાણો કઈ રાશિઓને માટે આ ગોચર શુભ ફળ આપનારો સાબિત થશે.
ગણતંત્ર દિવસ પર 26 જાન્યુઆરીના રોજ પ્રસ્તાવિત ખેડૂતોની પરેડ સાથેની જોડાયેલી તૈયારીઓની સમીક્ષા કરવા ગુરુવારના રોજ ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની ટિકરી બોર્ડર પહોંચ્યાં હતા. આ અવસર પર તેઓએ આંદોલનકારી ખેડૂતો સાથે મુલાકાત કરી અને કિસાન પરેડ અંગે આવશ્યક નિર્દેશ પણ આપ્યાં.
દુનિયાભારમાં સ્વસ્થ થનારા સંક્રમિતોની સંખ્યા 7 કરોડને આંબી ગઈ છે. ફ્રાંસમાં છેલ્લા 24 કલાકથી 26,784 દર્દીઓ મળ્યા બાદ દેશવ્યાપી કફ્યૂ લગાવી દેવાયો છે. ત્યારે કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં બીજા નંબર પર હાજર ભારત કરતા બે ગણાથી વધારે દર્દીઓ મળી ચૂક્યા છે.