Team VTV12:00 AM, 21 Jan 21 | Updated: 12:01 AM, 21 Jan 21
16 જાન્યુઆરીએ મુંબઈ પોલીસે તપાસનો અહેવાલ રજૂ કરવા માટે અદાલત પાસેથી વધુ સમયની માંગણી કરી હતી, જેના પછી કોર્ટે રિપોર્ટ સબમિટ કરવા માટે 1 ફેબ્રુઆરી સુધીનો સમય વધારી આપ્યો હતો.
અમેરિકામાં બુધવારે જો બાયડને દેશના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. જ્યારે કમલા હૈરિસે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અમેરિકન રાષ્ટ્રપતિને શુભકામનાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આપણે બન્ને મળીને કામ કરીશું.
Team VTV10:47 PM, 20 Jan 21 | Updated: 11:24 PM, 20 Jan 21
આજે કમલા હૈરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ સાથે તેમના નામની આગળ કેટલાક 'પ્રથમ' જોડાઇ ગયા. કમલા હૈરિસ સૌથી પહેલા તો આ અમેરિકામાં આ પદ પર પહોંચનારી પ્રથમ મહિલા બન્યા. સાથે જ પ્રથમ અશ્વેત મહિલા પણ. આ સાથે ભારતીય મૂળ સાથે સંબંધ રાખનારી આવી પ્રથમ મહિલા પણ બની જે અમેરિકાના બીજા શક્તિશાળી પદ પર બિરાજમાન બન્યા. તો અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે જો બાયડને શપથ લીધા છે.
Team VTV10:08 PM, 20 Jan 21 | Updated: 10:10 PM, 20 Jan 21
પ્રધાનમંત્રી જનધન ખાતાને લઈને હમણાં એક સારા સમાચાર આવ્યા છે, નાણાં મંત્રાલયે જનધન એકાઉન્ટના શરૂઆતથી અત્યાર સુધીના આંકડાઓ જાહેર કર્યા છે, જેમાં ઘણી મહત્વની માહિતીઓ પણ બહાર આવી છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે આ યોજનાનો અત્યાર સુધીમાં 41 કરોડથી વધુ લોકોએ ફાયદો ઉઠાવ્યો છે.
Team VTV09:29 PM, 20 Jan 21 | Updated: 09:52 PM, 20 Jan 21
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું છે કે 'અમેરિકા માટે આ એક નવો દિવસ છે'. બુધવારે, બાયડન યુનાઇટેડ સ્ટેટ્સના 46 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો રાષ્ટ્રપતિ કાળ સમાપ્ત થયા બાદ વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ બિડેને ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમેરિકા માટે આ એક નવો દિવસ છે.
Team VTV09:21 PM, 20 Jan 21 | Updated: 11:24 PM, 20 Jan 21
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રીય થયા છે. ત્યારે આજથી કોંગ્રેસે પણ અભિયાન શરૂ કર્યું છે. આજથી કોંગ્રેસ દ્વારા મહા જનસંપર્ક અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત સુરતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
Team VTV09:11 PM, 20 Jan 21 | Updated: 09:11 PM, 20 Jan 21
બુધવારે નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા બીજા ઇનોવેશન ઇન્ડેક્સમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને કેરળને ટોચનાં પાંચ રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. આયોગના ડેપ્યુટી ચેરમેન રાજીવ કુમાર અને સીઈઓ અમિતાભ કાંત દ્વારા બહાર પાડવામાં આવેલા આ સૂચકાંકને ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સની તર્જ પર વિકસાવવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાને ચોથી અને આખરી ટેસ્ટમાં હરાવ્યા બાદ ભારતે શ્રેણી જીતવાની સાથે અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ સાથે ભારતીય ટીમે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોને ખોટા પુરવાર કર્યા હતા.
ભારતમાં પહેલીવાર ગુજરાતે નોકરીઓ માટે શરૂ કરી એવી સેવા કે રાજ્યના યુવાનો તમામ માહિતી આંગળીના ટેરવે જાણીને રોજગાર મેળવશે. આ સેવા વધુ જાણો Ek Vaat Kauમાં...
Team VTV08:44 PM, 20 Jan 21 | Updated: 08:49 PM, 20 Jan 21
ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાનાં 3 ખેલાડીઓને મોટો ફટકો. સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિંચનાં આઈપીએલ કરારને આગળ ના વધારવાનો તેમની ફ્રેન્ચાઇઝીએ નિર્ણય લીધો.
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને ઉપરાછાપરી સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાં અરવિંદ કેજરીવાલનું સ્થાન મેળવવું, પછી દિલ્હી સરકારના આરોગ્ય વિભાગના સર્વેમાં 72 ટકાથી જેટલા લોકોએ ખાનગીની જગ્યાએ સરકારી હોસ્પિટલ તરફ વળવું અને હવે વધુ એકે કામગીરી માટે આપ સરકારની નીતિ આયોગ દ્વારા પ્રશંસા થવી તે કેજરીવાલ સરકારના અચ્છે દિન આવ્યા હોય તેવું દર્શાવી રહ્યું છે.
Team VTV08:06 PM, 20 Jan 21 | Updated: 08:20 PM, 20 Jan 21
હિંદુ અને પારસી વસ્તુકલાથી નિર્મિત અત્યંત ખૂબસૂરત અને લાલ પથ્થરોથી નિર્મિત ફતેપુર સિકરી સ્મારક સંરક્ષણ માટે ખોદકામ ચાલી રહ્યું છે. મોગલ શહેનશાહ અકબરે વસાવેલા અતિ પ્રાચીન શહેર ફતેપુર સિકરી સ્મારકના ખોદકામ દરમિયાન 16 મી સદીનો એક ફૂવારો મળી આવ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશસનની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 20 જાન્યુઆરી 2021ના રોજ નોંધાયેલા કોરોનાના કેસની જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
Team VTV07:49 PM, 20 Jan 21 | Updated: 07:59 PM, 20 Jan 21
ગઢડાનું સ્વામીનારાયણ મંદિર છેલ્લા કેટલાક સમયથી અનેક વિવાદોને લઇને ચર્ચામાં છે. ત્યારે હવે ગઢડા ગોપીનાથજી મંદિરમાં સાંખ્યયોગી બહેનની ધરપકડ કરવામાં આવી છે. આચાર્ય પક્ષના સાંખ્યયોગી બહેનની ધરપકડથી મામલો ગરમાયો.
ક્રિકેટ ફેન્સ માટે એક ગૂડ ન્યૂઝ આવ્યા છે. ઈન્ડ઼િયા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ (BCCI)એ ક્રિકેટ પ્રેમીઓ માટે શુભ સમાચાર આપ્યા છે. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની આગામી સિરીઝ માટે BCCIએ સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોની મંજૂરી આપવાની જાહેરાત કરી દીધી છે.
Team VTV07:00 PM, 20 Jan 21 | Updated: 07:40 PM, 20 Jan 21
અંતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસને અલવિદા કહ્યું છે. ટ્રમ્પ અમેરિકન વાયુસેનાના ખાસ હેલિકોપ્ટર દ્વારા ફ્લોરિડા જવા રવાના થયા છે તેવી માહિતા સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.
Team VTV06:44 PM, 20 Jan 21 | Updated: 07:04 PM, 20 Jan 21
મોદી સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10માં રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ ગઈ હતી, મહત્વનું છે કે આજે મોદી સરકાર તરફથી નવા કૃષિ કાયદાઓના અમલને અસ્થાયી સમય માટે રોકવાને લઇને ખેડૂત સંગઠનોને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, જો કે ખેડૂત સંગઠનો સરકારના આ પ્રસ્થાવ પર પણ રાજી થયા નહોતા અને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
Team VTV06:30 PM, 20 Jan 21 | Updated: 06:31 PM, 20 Jan 21
અમેરિકાના ભાવિ રક્ષા મંત્રી લોયડ ઑસ્ટિન અને વિદેશ મંત્રી એન્થની બ્લિંકેનએ ભારતના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી દીધી છે, બાયડન વહીવટી તંત્રના રક્ષાપ્રધાન ઑસ્ટિને કહ્યું હતું કે પાકિસ્તાને આતંકી સંગઠન લશ્કરે તૈયબા પર પૂરતા પગલાં નથી ભર્યા.
Team VTV06:29 PM, 20 Jan 21 | Updated: 07:03 PM, 20 Jan 21
અમેરિકામાં આજથી બાયડન યુગનો આરંભ થઈ રહ્યો છે. નવેમ્બરની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના સુપડા સાફ કરીને ધમાકેદાર વિજય હાંસલ કરનાર ડેમોક્રેટ્સ નેતા જો બાયડન લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 46 મા પ્રમુખ તરીકે સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહ્યાં છે. તેમની સાથે ભારતવંશી કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી રહ્યાં છે.
સ્વામી વિવેકાનંદ એક એવા યુવાન જેમણે માત્ર ૩૯ વર્ષની જિંદગી અને ૧૪ વર્ષના જાહેર જીવનમાં દેશને એવા વિચારો આપ્યા જેની ઊર્જા દેશ આજે પણ અનુભવી રહ્યો છે. આવનારી અનંત પેઢીઓ ખુદને આ ઊર્જાથી ઓતપ્રોત અનુભવતી રહેશે. દુનિયામાં સૌથી વધુ યુવાશક્તિ આજે ભારતમાં છે. વિશ્વનો દર પાંચમો યુવાન ભારતીય છે.
Team VTV05:24 PM, 20 Jan 21 | Updated: 05:25 PM, 20 Jan 21
અજિંક્ય રહાણેની આગેવાની વાળી પ્રમાણમાં નવી ટીમે તમામ અવરોધો છતાં મંગળવારે ગાબા ખાતે યજમાન ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમને ત્રણ વિકેટથી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી હતી.આમ ભારતે સળંગ વાર ત્રણ વાર બોર્ડર-ગવાસ્કર ટ્રોફી જીતવાણી હેટ્રીક લગાવી હતી.