નવી દિલ્હી: એક હેરાન કરી દે એવા નિર્ણયમાં આજે ભારતીય મહિલા હોકી ટીમના કોચ મારિન શોર્ડને પુરુષ ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. જે પદથી હટાવવામાં આવેલા રોલેન્ટ ઓલ્ટમંસની જગ્યા લેશે. વિશ્વકપ વિજેતા જૂનિયર ટીમના કોચ હરેન્દ્ર સિંહને સીનિયર મહિલા ટીમનું હાઇપર્ફોમન્સ વિશેષજ્ઞ કોચ બનાવવામાં આવ્યા છે.
મારિન 20 સપ્ટેમ્બરથી પદ સંભાળશે જ્યારે મહિલા ટીમ હાલની યૂરોપ મુલાકાતથી પરત આવશે. તો બીજી બાજુ હરેન્દ્ર શનિવારથી પદ સંભાળશે. આ નિર્ણયની જાણકારી નવા ખેલમંત્રી રાજવર્ધન સિંહ રાઠોડે પોતાના ટ્વિટર પેજ પર આપી છે.
રાઠોડે ટ્વિટ કર્યું, 'ભારતીય સીનિયર મહિલા હોકી ટીમના હાલના કોચ વાલ્થેરુસ મારિન સીનિયર પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ હશે.'
|