...તો આ કારણથી ગરમ થાય છે SMARTPHONE
By : krupamehta 12:44 PM, 08 September 2017 | Updated : 12:44 PM, 08 September 2017
|
મોબાઇલ ગરમ થવાની સમસ્યાથી દરેક લોકો પરેશાન રહે છે. પરંતુ યૂઝર્સ એવું નથી જાણતા કે ફોન કેમ ગરમ થાય છે. અહીંઆ અમે તમને ફોન ગરમ થવાના 4 મહત્વના કારણો કહેવા જઇ રહ્યા છીએ. જેના કારણે મોટાભાગે ફોન ગરમ રહે છે. તમને જણાવી દઇએ કે વધારે ફોન ગરમ થવા પર ફોન ફાટી પણ જાય છે.
કદાચ જ તમે જાણતા હશો કે ફોનના ગરમ થવા પાછળનું કારણ પ્રોસેસર જવાબદાર હોય છે. સ્નેપડ્રેગન 810 અને 615માં હીટિંગની સમસ્યા આવે છે. જો તમારા ફોનમાં એમાંથી કોઇ પ્રોસેસર છે તો ફોન ગરમ થશે. ફોન ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખશો તો હીટિંગથી બચી શકશો.
બેટરી
Li- ion બેટરી પણ ફોન હીટિંગનું કારણ બને છે. આ બેટરીના કારણે થર્મલ રનવે થાય છે. જેના કારણે આખા ડિવાઇસમાં હીટ પેદા થાય છે. ખાસ કરીને મેટેલિક બોડી વાળા ફોનમાં આવું વધારે થાય છે.
નબળું સિગ્નલ
તમને જાણીને નવાઇ લાગશે કે નબળા નેટવર્ક, વીક WIFI સિગ્નલ પર એપ ઇન્સ્ટોલ કરવાથી પણ સ્માર્ટફોન ગરમ થાય છે. કારણ કે એવામાં ફોનને કામ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે.
વધારે ઉપયોગ કરવો
સૌથી છેલ્લું કારણ છે ફોનનો લિમિટથી વધારે ઉપયોગ કરવો. જો તમે ડેલી ફોન પર હાઇ એન્ડ ગેમ રમો છો અથવા કલાકો વીડિયો જોવો છો તો ફોન ગરમ થાય છે.
આવી રીતે મોબાઇલ હીટિંગથી રહો દૂર
- મોબાઇલ ઓવરહીટિંગથી બચવા માટે હાઇ ગ્રાફિક્સ વાળી ગેમ લાંબા સમય સુધી રમશો નહીં.
- કેટલીક એપ્લિકેશન પર એક સાથે કામ ના કરશો. કારણ કે એના માટે વધારે પ્રોસેસિંગ પાવરની જરૂરીયાત થાય છે.
- જો તમારા ફોનની બેટરી ખરાબ થશે તો ફોન સતત ગરમ થશે એનાથી બચવા માટે નવા ફોન ખરીદી લો.
|
|
|