વૃદ્ધો માટે શરૂ 'વય વંદન યોજના', મળશે 8 ટકા વ્યાજ, નહીં લાગે GST
By : admin 12:41 PM, 21 July 2017 | Updated : 12:41 PM, 21 July 2017
|
નાણામંત્રી અરૂણ જેટલી આજે દિલ્લીમાં પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો શુભારંભ કરવાના છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એક પેંશન યોજના છે. જે વિશેષ રીતે 60 વર્ષથી વધારે ઉંમરના વરષ્ઠિ નાગરિકો માટે છે. આ યોજના 4 મે 2017થી 3 મે 2018 સુધી ઉપલબ્ધ હશે. આ યોજનાને ભારતીય જીવન વીમા નિગમના માધ્યમથી ઓફલાઇનની સાથે ઓનલાઇન પણ ખરીદી શકાશે. ભારતીય જીવન બીમા નિગમને આ યોજનાનું સંચાલન કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી આજે એક નવી પેન્શન યોજના લોન્ચ કરશે. આ એક એવી પેન્શન યોજના છે જેના પર આઠ ટકાના દરે વ્યાજ મળશે અને તેના પર કોઈ જીએસટી લાગશે નહીં. આજે નાણાપ્રધાન અરુણ જેટલી વિધિવત રીતે પ્રધાનમંત્રી વય વંદના યોજના લોન્ચ કરશે. આ યોજનાનું શ્રેષ્ઠ પાસું એ છે કે બચત પર આઠ ટકાના દરે નિયત વ્યાજ મળતું રહેશે.
આ એક એવી પેન્શન યોજના છે જે ૬૦ વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના આજે વિધિવત્ લોન્ચ કરવામાં આવશે, પરંતુ તે ૩ મે ૨૦૧૮ સુધી ઉપલબ્ધ રહેશે.
આ યોજના મર્યાદિત સમય માટેની છે. જો તમે તેનો લાભ લેવા ઈચ્છતા હો તો તાત્કાલિક આ યોજનામાં જોડાઈ જશો એવું કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ યોજના ૧૦ વર્ષ માટે પ્રતિ વર્ષ આઠ ટકાના દરે માસિક આવકનું નિશ્ચિત રિટર્ન સુનિશ્ચિત કરે છે. ૧૦ વર્ષની પોલિસીની મુદ્દતના અંત સુધી પેન્શન ધારક જીવિત રહેશે તો આ યોજનાના બજાર મૂલ્યો સાથે પેન્શનના આખરી હપ્તાની ચૂકવણી કરવામાં આવશે.
ત્રણ વર્ષની પોલિસીના અંતે બજાર મૂલ્યના ૭૫ ટકા સુધીની લોન પણ આ પોલિસી પર આપવામાં આવશે. લોનનું વ્યાજની ચૂકવણી પેન્શનના હપ્તાથી કરવામાં આવશે.
વય વંદના યોજના
વૃદ્ધો માટે શરૂ વય વંદન યોજના
આજથી શરૂ થશે વય વંદન યોજનાની શરૂઆત
નાણામંત્રી અરૂણ જોટલી કરશે યોજનાનું શુભારંભ
60 વર્ષછી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે યોજના
4 મે 2017થી 3 મે 2018 સુધી ચાલશે આ યોજના
ભારતીય જીવન બીમા નિગમ કરશે યોજનાનું સંચાલન
|
|
|