GSTમાંથી મુકિત મેળવવા વેપારીઓ આજે ફરીવાર હડતાલ પર ઉતર્યા છે. સુરત શહેરની 165 માર્કેટના 75 હજારથી વધુ વેપારીઓ સજ્જડ બંધમાં જોડાયા છે. જેને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર કાપડ ઉદ્યોગના ટ્રેડર્સ હડતાળમાં જોડાવાને કારણે રિંગરોડની ટેકસટાઇલ માર્કેટ વિસ્તાર ખાલી ખમ જોવા મળ્યો હતો.
ટેકસટાઇલ ટ્રેડર્સ દ્વારા હડતાળ રાખવામાં આવતા રિંગરોડની તમામ માર્કેટો બંધ રહ્યા હતા. દરરોજ લાખો રૂપિયાનો કારોબાર કરતા વેપારીઓએ શટર પાડી દેતા આજના એક જ દિવસમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર ખોરવાઇ ગયુ હતું. કેન્દ્ર સરકાર દ્વારા આગામી જુલાઇ માસથી ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને ટેસટાઇલ ઉદ્યોગ ઉપર લાદવમાં આવેલા જીએસટીના ભારણને કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરત ટેક્સટાઇલ્સ માર્કેટે બંધ પાળ્યો
GSTના વિરોધમાં સમગ્ર ટેક્સટાઇલ્સ માર્કેટ બંધ
75 હજાર વેપારીઓ બંધમાં જોડાયા
GST રદ કરવાની માગ સાથે વેપારીઓની હડતાળ
|