ગાંધીનગરઃ ગુજરાતમાં વકરતા સ્વાઇન ફલૂને લઇને કેન્દ્રની એક આરોગ્યની ટીમ અમદાવાદ અને રાજકોટની મુલાકાત લીધા બાદ હવે ગાંધીનગરમાં બેઠક કરશે. 3 અધિકારીઓની આ ટીમ આરોગ્યમંત્રી શંકર ચૌધરી સાથે બેઠક કરશે.
સ્વાઇન ફલૂને લઇને એપેડેમિક ટીમે અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં જઇને સર્વે કર્યો હતો. અને હવે આ ટીમ એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સુપરત કરશે.
|