સુરતઃ સુરતમાં 60 ફુટ ઉંચી અને 108 ફૂટ પહોળી ઇકો-ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવ્યું છે. જેનું નામ સુરત કા રાજા નામ આપવામાં આવ્યું છે. જેની સ્થાપના શરશાણા ગામમાં કરવામાં આવી છે. આ ગણેશની સાથે નાની ગણેશ મૂર્તિનું પણ સ્થાપન કરવામાં આવશે.
અત્યારે ગણપતિબાપાની મૂર્તિને વાધા પહેરાવવામાં આવી રહ્યાં છે. આ ગણેશ મહોત્સવના આયોજકોનું લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવાનું આયોજન છે.