નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સુરક્ષામાં તૈનાત એસપીજી કમાન્ડો ગુમ થયો હતો. જેને આખરે પોલીસે શોધી કાઢ્યો છે. રાકેશ કુમાર નામનો આ કમાન્ડો છેલ્લે 3 સપ્ટેમ્બરે તિલક માર્ગ વિસ્તારમાં દેખાયો હતો. પરંતુ હવે એ તપાસ કરાઇ રહી છે આ કમાન્ડો ક્યાં કારણોસર ગાયબ થઇ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ કમાન્ડો 3 સપ્ટેમ્બરથી ગુમ થયો હતો. તે કોંગ્રેસ અધ્યક્ષના 10 જનપથ સ્થિત સરકારી આવાર પર તૈનાત હતો.
ઉલ્લેખનીય છે કે, કહેવામાં આવી રહ્યું છે કે જે દિવસ એ એસપીજી કમાન્ડોનો પોષાક પહેરીની 10 જનપથ પહોંચ્યો હતો એ દિવસે કમાન્ડોને એક દિવસની રજા આપવામાં આવી હતી. તુગલક રોડ પોલિસ કમાન્ડોને શોધવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ હજુ સુધી એની કોઇ જાણ થઇ નથી. પોલીસ હવે એ વાતની જાણ કરવામાં લાગી છે કે કમાન્ડો એ દિવસે રજા પર હચો તો ઘરથી વરદી પહેરીને કેમ નિકળ્યો? વરદી પહેરી તો પછી 10 જનપથ કેમ આવ્યો?
પોલીસના જણાવ્યા અનુસાર 31 વર્ષનો ગુમ કમાન્ડો રાકેશ કુમાર પોતાના પરિવારની સાથે દ્વારકા સેક્ટર 8 માં ભાડેથી એક ફ્લેટમાં રહે છે. 1 સપ્ટેમ્બરની સવારે પોતાના મિત્રો સાથે મુલાકાત કર્યા બાદ એ એનો ડ્રેસ પહેરીને નિકળ્યો હતો. બે દિવસ પસાર થઇ ગયા બાદ જ્યારે પરિવારના લોકોને ચિંતા થવા લાગી તો એ લોકોએ 10 જનપથ આવીને રાકેશ માટે જાણકારી લીધી.
|