આજે શનિ જયંતિ, નવગ્રહમાં શનિદેવનું સ્થાન સેવકનું, શનિદેવના મંદિરે ભક્તોની �
By : admin 04:09 PM, 01 June 2017 | Updated : 04:53 PM, 01 June 2017
|
આજે જેઠ માસ અને અમાસ એટલે ન્યાયના દેવતા એવા શનિદેવની જન્મ જયંતિ . આજે શનિ જયંતિ પર્વ વિશેષરૂપથી શનિદેવનું પૂજન કરવાનું મહત્વ છે. કેમકે શનિદેવ ન્યાય અને મૃત્યુના દેવતા છે. શનિ મહારાજનો કોપ શાંત કરવા વિશેષ પુજન અર્ચન કરવા શનિદેવના મંદિરે ભક્તોની ભીડ જામી છે. જેઠ માસની અમાસએ શનિદેવ જન્મોત્સવ પર્વ છે. શનિદેવ અને નવગ્રહોમાં એક છે. અને તેને સેવકનું સ્થાન અપાયું છે.
અન્ય ગ્રહોની તુલનામાં શનિદેવ ધીમીગતિએ ચાલે છે. એટલે એક રાશીમાં અઢી વર્ષ સુધી રહે છે. પૈરાણીક કથાઓ મુજબ શનિદેવના જન્મ વિશે અનેક માન્યતાઓ પ્રચલિત છે. શનિ ગ્રહ વાયુતત્વ અને પશ્ચિમ દિશાના સ્વામી છે. સામાન્ય રીતે આપણે શનિવારે હનુમાનજી મહારાજ અને શનિદેવની પુજા કરીએ છીએ. હનુમાનજી મહારાજની પૂજા કલ્યાણકારી છે. અને શનિની કોપ દ્રષ્ટિથી બચાવનારી છે. પરંતુ આજે શનિદેવની પુજન અર્ચન કરવાનું વિશેષ મહત્વ છે.
આજે શનિ જયંતિ
ન્યાયના દેવતા શનિદેવનની જન્મજયંતિ
નવગ્રહમાં શનિદેવનું સ્થાન સેવકનું
શનિમહારાજનો કોપ શાંત કરવા વિશેષ પુજન અર્ચન
હનુમાનજીની પુજા પણ શનિ કોપથી બચાવનારી છે
શનિેદેવના મંદિરોમાં જામી ભક્તોની ભીડ
|
|
|