આજે બકરી ઇદ. વિશ્વભરના મુસ્લિમ સમુદાય આજે ઉજવશે ઇદ-ઉલ-જુહા એટલે કે બકરી ઇદ. પીએમ મોદીએ ઇદ નિમિતે શુભેચ્છા પાઠવી છે. આજના દિવસે મસ્જિદમાં નમાઝ પઢી લીધા પછી પોતાની પ્રિય વસ્તુની કુરબાની આપવાની પ્રથા છે. જે પ્રથાનું અનુસરણ કરતા આજે પ્રાણીઓની બલિ આપવામાં આવે છે. દિલ્લીની જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને નમાઝ પઢી હતી.
મુસ્લિમ ધર્મમાં વર્ષમાં બે ઇદ મનાવવામાં આવે છે. પહેલી ઇદ હોય છે જે ઇદ-ઉલ-ફિતર અને બીજી છે ઇદ-ઉલ-જુહા. ભારત સહિત આખા વિશ્વમાં ફેલાયેલા મુસ્લિમ સમુદાયના લોકો ઇદ-ઉલ-જુહા મનાવશે. આ દિવસે મસ્જિદમાં નમાઝ પઢનારા બાદ પોતાની પ્રિય વસ્તુની કુર્બાની આપવામાં આવે છે.
જણાવાઇ રહ્યું છે કે, આ દિવસ માટે અલ્લાહ તરફથી આદેશ આવ્યા હતા કે દરેક મુસ્લિમ આ દિવસે પોતાની પ્રિય વસ્તુની કુર્બાની આપશે. આ પ્રથાને નિભાવતા આ દિવસે જાનવરોની કુર્બાની આપવનામાં આવે છે.
|