|
શ્યામેન, ચીનઃ પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ સંમેલન માટે ચીનના પ્રવાસે છે. પીએમ મોદીએ બ્રિક્સ બેઠકમાં કહ્યું કે, દરેક દેશોમાં શાંતિ માટે બ્રિક્સ દેશોને એકજુટ થવું જરૂરી છે. આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જણાવી દઇએ કે, આ બ્રિક્સનું 9મું સંમેલન છે. બ્રિક્સમાં બ્રાઝીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશ સામેલ છે.
બ્રિક્સ સંમેલનમાં શું બોલ્યા મોદી
- બ્રિક્સ સંમેલનમાં સંબોધન કરતા મોદીએ કહ્યું કે, બ્રિક્સ દેશોએ આંતરિક સહયોગ વધારવાની જરૂરિયાત છે. પીએમ મોદીએ કહ્યું કે, બ્રિક્સના પાંચ દેશો હવે સમાન સ્તરે છે. વિશ્વમાં શાંતિ માટે સહયોગની જરૂર છે, એકજુટ રહીને જ શાંતિ અને વિકાસ થશે.
- પીએમ મોદીએ કહ્યું કે, અમે પોતાના દેશમાં કાળાનાણાં વિરૂદ્ધ લડાઇ લડી છે. અમારૂ લક્ષ્ય છે સ્માર્ટ સિટી, સ્વાસ્થ્ય, વિકાસ, શિક્ષામાં સુધારો લાવવાનો છે. બ્રિક્સ બેન્કનું કર્જ આપવાનું શરૂ કરી દીધું છે. જેનું સદ્ઉપયોગ થવો જોઇએ. મોદીએ કહ્યું કે, અમારો દેશ યુવા છે, અમારી તાકાત છે. અમે ગરીબી સામે લડવા માટે સફાઇ અભિયાન શરૂ કર્યું છે. પીએમએ કહ્યું કે, બ્રિક્સની મજબૂત પાર્ટનરશિપથી જ વિકાસ થશે.
|