|
સશસ્ત્ર સીમા બળના લગભગ 2000 કર્મીઓને ઇન્ટેલિજેન્સ બ્યૂરોમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પૂર્વ સીમા પર ઇન્ટલિજેન્સ બ્યૂરોની હાજરીને વધારવા માટે આ પગલુમ ભરવામાં આવશે. જણાવી દઇએ કે ભારત પૂર્વ સીમા પર રોડ અને અન્ય મિલિટ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે.
આવતા વર્ષ સુધી સશસ્ત્ર સીમા બળના સિવિલિયન કેડરના 2,765 પોસ્ટને આઇબી કમાન્ડના અંતર્ગત શિફટ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે એસએસબીની સિવિલ વિંગના કર્મીઓને આઇબીને ટ્રાન્સફર કરવા માટે એક ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે.
સાથે એમને જણાવ્યું કે મેનપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ટ્રાન્સફર માટે 300 પાનાનું પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રપોઝલને એસએસબી હેડક્વાર્ટ્સમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેની પર ગૃહ મંત્રાલય અને એનએસએ છેલ્લી મોહર લગાવશે.
અધિકારીએ જણાવ્યું કે આ કેડરમાં કર્મીઓની સરેરાશ ઉંમર 50 વર્ષ છે અને એમને નેપાળ અને ભૂટાન સીમા પર રહેનારા લોકો સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે.
|