બદલાતાં સમય સાથે ટેક્નોલોજીમાં પણ પરિવર્તન આવ્યું છે.તાજેતરમાં વિશ્વના એક વૈજ્ઞાનિક જૂથ દ્વારા અલ્ટ્રા થિન ડિવાઇસનું નિર્માણ કરવામાં આવ્યું છે,આ ડિવાઇસની મદદથી માણસ હલન-ચલન દ્વારા પોતનો મોબાઇલ ચાર્જ કરી શકશે.આ સંશોધન ગ્રુપમાં એક ભારતીય વૈજ્ઞાનિક પણ શામેલ હોવાના અહેવાલ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર આ ડિવાઇસ બેટરી ટેક્નોલોજી પર આધારિત છે. આ ડિવાઇસની બનાવટમાં બ્લેક ફોસ્ફરસનું લેયર બનાવી એટમ્સની થોડી જાડાઇ આપવામાં આવી છે તેથી હાથના માત્ર થોડાં હલન-ચલન દ્વારા વિજળી ઉત્પાદિત થશે અને સ્માર્ટફોન ચાર્જ કરી શકાશે.
સંશોધકોએ ડિવાઇસ અંગેની વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં માણસની કામગીરી દરમિયાન વિજળી ઉત્પન્ન થાય એવી ટેક્નોલોજીની શોધ કરવામાં આવી હતી પરંતુ તેની તુલનામાં આ નવું ડિવાઇસ વધુ ઉપયોગી અને કદમાં નાનું છે.
આવનારા સમયમાં આપણે વ્યક્તિગત મોશન અને પર્યાવરણ થકી ઉર્જા ઉત્પન્ન કરી પોતે ચાર્જિગ ડેપો બનીશું.નજીકના ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરી ઇલેકટ્રીફાઇડ કપડાં બનાવી શકાશે તેવો વિશ્વાસ પણ સંશોધકોએ વ્યક્ત કર્યો હતો.
|