રાજ્યભરમાં ડુંગળીના વહેંચાણમાં ખેડૂતોને સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે. જાન્યુઆરી થી મે મહિના સુધીમાં ખેડૂતોએ કરેલ ડુંગળીના વહેંચાણ પર ખેડૂતોને સહાય મળશે.
માર્કેટ યાર્ડમાં કે વેપારીઓને ચેકથી પેમેન્ટ કરેલ ડુંગળીના વહેંચાણ ઉપર 50 કિલો ડુંગળીની બોરી દીઠ રૂપિયા 40નું ખેડૂતોને વળતર ચૂકવવાના ગુજરાત સરકારે આદેશ કર્યા છે. ડુંગળીના ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેડૂતો માટે ખુશીના સમાચાર
રાજય સરકાર દ્વારા મહત્વની કરાઇ જાહેરાત
ડુંગળીના વેંચાણ પર ખેડૂતોને સહાય મળશે
ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા લેવાયો નિર્ણય
જાન્યુઆરીથી મે મહિના સુધીના વેચાણ પર મળશે સહાય
|