બનાસકાંઠાના વડગામના ડોલવાણા ગામના યુવકના મોત મામલે હત્યાનો મુખ્ય આરોપી નયન રબારી ફરી વિવાદમાં આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં હોવા છતાં નયન રબારીનું ફેસબુક ઓપરેટ થતા વિવાદ સર્જાયો છે.
યુવકને માર મારતો વિડીયો ફેસબુક પર માફીયા નામે અપલોડ કર્યો છે. જે વીડિયોમાં મુખ્ય સુત્રધાર નયન રબારી યુવકને માર મારી રહ્યો છે. મહત્વનું છે કે હત્યા કેસમાં પોલીસે નયન રબારીની ધરપકડ કરી છે અને 17 ઓગસ્ટથી નયન રબારી પોલીસ કસ્ટડીમાં છે
- બનાસકાંઠા: વડગામના ડાલવાણા ગામના યુવકના મોતનો મામલો
- હત્યાનો મુખ્ય આરોપી નયન રબારી ફરી વિવાદમાં
- પોલીસ કસ્ટડીમાં હોવા છતા નયન રબારીનુ ફેસબુક ઓપરેટ થતા વિવાદ
- યુવકને મારમારતો વિડીયો ફેસબુક પર માફીયા નામે કર્યો અપલોડ
- વિડીયોમાં મુખ્ય સુત્રધાર નયન રબારી યુવકને માર મારી રહ્યો છે
- પોલીસે આરોપી નયન રબારીની કરી હતી ધરપકડ
- 17 ઓગસ્ટથી નયન રબારી છે પોલીસ કસ્ટડીમા
|