૧૭મી રોજ નર્મદા મોહત્સવની ઉજવણીના ભાગ રુપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડભોઇ ખાતે જાહેર સભા સંબોધવાના છે ત્યારે આજરોજ ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પમુખ સહિત હોદેદારોએ સભા સ્થળનુ નિરક્ષણ કરી પાર્ટી મિટિંગ યોજી હતી.
તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બરના રોજ પુરા ગુજરાત સહિત પુરા ભારત ભરમા નર્મદા મોહત્સવની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે આ નર્મદા મોહત્સવની ઉજવણીમા ભાગ લેવા દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના કેવડીયા અને ડભોઇ ખાતે આવનાર છે ત્યારે પુરા ગુજરાત સહિત તમામ અધિકારી અને ભાજ્પના સત્તાધિશોની નજર વડોદરાના ડભોઇ ખાતે છે ત્યારે આજરોજ પક્ષના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ડભોઇની મુલાકાત લીધી હતી જીતુભાઇ વાઘાણી સાથે નર્મદા મોહત્સવનક સયોજક ગોરધનભાઇ જડફિયા,ગુજરાત રાજયના વન અને પ્રર્યાવરણ મંત્રી શબ્દસરણ તડવી સહિત પક્ષના અન્ય હોદેદારો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ૧૭મીના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નર્મદા મોહત્સવમા ભાગ લેવા ડભોઇમા જાહેર સભા સબોધશે ત્યારે પક્ષ દ્રારા તડામાર તયારીઓ શરુ કરી દેવાય છે. ત્યાર બાદ ડભોઇ પટેલ વાડી ખાતે મદ્ય ગુજરાત તમામ ધારાસભ્યો તેમજ પક્ષના ટોચના હોદેદારો સાથે એક ગ્રપ મીટીગ યોજી હતી. આ મીટીગમા ૧૭મી ની નરેન્દ્ર મોદીની જાહેર સભાનુ વિસ્તરણ થયુ તેમજ પ્રોગ્રામની રુપરેખા તૈયાર કરવામા આવી હતી સાથે સાથે પ્રધાનમંત્રીનો ૧૭ મી સપ્ટેમબરના રોજ જન્મદિવસ પણ હોય જેને લઇ ખાસ તયારી ઓની પણ ચર્ચા કરવામા આવી હતી. એટલુજ નહી જીતુભાઇ વાઘાણીને પુછવામા આવ્યુ કે ડભોઇની ખાસ કરીને પસંદગી કરવામા આવી તેનુ પાછળનુ શુ કારણ હોય શકે ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે ડભોઇ ખાતે વિશાળ જગ્યા છે અને ૨ થી ૩ લાખ લોકો આ સભામા અવનાર છે તેમજ સાધુસતો અદાજે ૬ થી ૭ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થીત રેહશે ત્યારે વધારે જગ્યા ડભોઇમા હોવાથી તેની પસદગી કરવામા આવી હતી. ડભોઇ ખાતે વિશાળ જગ્યા છે અને ૨ થી ૩ લાખ લોકો આ સભામા અવનાર છે તેમજ સાધુસંતો અદાજે ૬ થી ૭ રાજ્યોના મુખ્યમત્રીઓ ઉપસ્થીત રેહશે ત્યારે વધારે જગ્યા ડભોઇમા હોવાથી તેની પસદગી કરવામા આવી હતી.
|