રાજકોટના પુષ્કરધામ વિસ્તારમાં આજે સાળાએ મિત્રો સાથે મળી બહેનની હત્યાનો બદલો લેવા બનેવીનું અપહરણ કરી હત્યા કરી હતી. હત્યા કરી સફેદ કલરની સ્વીફ્ટ કારમાં લાશ મુકી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
પ્રાથમિક વિગત મુજબ રવિ નામના બનેવીને સગા બે સાળા પ્રશાંત અને ઋષિ તેના સાગરીત સાથે મળી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેનું છરીના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો હતો. હત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે સ્વિફ્ટ કાર આજુબાજુ પૂરાવાઓ શોધી રહી છે અને એફએસએલની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ કામેલાગી છે. પોલીસે એક આરોપીને દબોચી લીધાનું જાણવા મળી રહ્યું છે.
નવેમ્બર 2016માં ચોટીલા પાસે બલદેવ હોટલ નજીક રવિએ પોતાની પત્ની રાધિકાની હત્યા કરી હતી. પોલીસે રવિને તેના ગુરૂના ઘરેથી દબોચી લીધો હતો. જેલ હવાલે રહેલા રવિ થોડા દિવસ પેરોલ પર બહાર આવ્યો હતો. બહેનનો બદલો લેવા રાધિકાના ભાઇઓ પ્રશાંત અને ઋષિએ તકનો લાભ લઇ અપહરણ કરી રવિની હત્યા નીપજાવી હતી. રવિ પકડાયો હતો ત્યારે પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી હતી કે પત્ની રાધિકાને અન્ય સાથે લફરું હતું. આ બાબતનો ખાર રાખી ચોટીલા જતી વેળાએ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાઇને પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી હતી.
|