દિલ્લી પાસે આવેલા ગુરૂગ્રામમાં એક જાણીતી શાળામાં બાળકની શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. શાળાના ટોયલેટમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જેની જાણ થતાં પોલીસે શાળા પરિસરમાં પહોચીને તપાસ હાથ ધરી છે. મૃતક બાળકની ઉંમર 7 વર્ષ છે.
ઉલ્લેખનીય છે કે આ બાળક વહેલી સવારે શાળએ ગયો હતો. અને થોડીવાર બાદ શાળા તરફથી બાળકની તબિયત ખરાબ હોવાનો ફોન આવ્યો. પરંતુ બાળકનો પરિવાર શાળાએ પહોચે તે પહેલા જ તેનું મોત થયું હતું. બાળકનો મૃતહેદ શાળાના ટોયલેટમાંથી મળ્યો હતો. આશંકા છે કે બાળકનું ગળુ દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી લીધો છે. અને તપાસ હાથ ધરી છે.
દિલ્હીની સ્કુલમાં બનેલ આ ઘટનાને પગલે વાલીઓમાં પણ રોષનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. આમ અચાનક 7 વર્ષીય બાળકનું અચાનક મોત થતા શાળાની સુરક્ષા બાબતે પણ કેટલાક મતમતાંતરો ઉભા થયા છે. અને આ સમગ્ર ઘટના બાબતે કોઇ ભીનું ના સંકેલાય અને ઝીણામાં ઝીણી તપાસ થાય તે વધુ ઇચ્ચછનીય છે.
|