નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 10.30 વાગ્યે પોતાનાં કેબિનેટનું વિસ્તરણ કરશે. મંત્રીમંડળમાં પરિવર્તન મુદ્દે ભજાપમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શનિવારે આકો દિવસ અમિત શાહનાં ઘરે નેતાઓ આવતા જતા રહ્યા હવે ભાજપનાં 9 નેતાઓનાં નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોદી મંત્રીમંડણમાં આ ચહેરાને સ્થાન મળી શકે છે. જો કે હજી સુધી પાર્ટીકરી અને આ મુદ્દા પર મહોર લાગી છે.
બીજી તરફ સુત્રોનાં હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે શપથગ્રહણ પહેલા મંત્રિમંડળમાં ભાગ લેનારા સાંસદોને વડાપ્રધાન મોદી સવારે બ્રેકફાસ્ટ પર બોલાવશે. જો કે સંભવિત યાદીમાં સહયોગી દળોનાં એક પણ નેતાનું નામ નથી.
1. શિવ પ્રતાપ શુક્લા
2. અશ્વિની કુમાર ચોબે
3. વીરન્દ્ર કુમાર
4. અનંત કુમાર હેગડે
5. રાજકુમાર સિંહ
6. હરદીપ સિંહ પુરી
7. ગજેન્દ્રસિંહ શેખાવત
8. સતપાલ સિંહ
9. અલ્ફોંસ કન્નથનમ
આંધ્રપ્રદેશ ભજાપનાં અધ્યક્ષ કે.હરિબાબુને મોદી મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. હરિબાબૂ વિશાખાપટ્ટનમાં સાંસદ છે. કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. ગડકરીનું મંત્રાલય બદલવાનાં સમાચાર છે તેમને રેલ્વે મંત્રલય સોંપવામાં આવી શકે છે.
|