વાપીઃ ઉમરગામમાં એક અજીબ કરૂણાંતિકા સર્જાઇ હતી. એક એપાર્ટમેન્ટના ચોથા માળે લીફ્ટમાંથી નીચે પટકાતા 46 વર્ષના શખ્સનું મોત થયું હતું. સમગ્ર બનાવ જોઇએ તો એક શખ્સ ઢોલ લઇ ચોથા માળે લીફ્ટનો ખોલી અંદર જતા લીફ્ટ ન હોવાથી સીધા નીચે પડ્યા હતા. લીફ્ટ હતી પાંચમાં મળે અને ચોથા માળનો દરવાજો ખુલી ગયો અને આ દુર્ઘટના ઘટી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમરગામના વૈષ્ણવ વિલા એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા આશિષભાઇ ભરતીયા જેઓ આજે પટાંગણમાં બેસાડેલા ગણપતિની પૂજા કરવા ઢોલ લઇ ઘરમાંથી નિકળ્યા હતા. લીફ્ટ હતી પાંચમા માળે અને તેઓએ ચોથા માળેથી લીફ્ટનો દરવાજો ખુલી ગયો હતો. અને તેમણે દરવાજો ખોલી અંદર પ્રવેશતાની સાથે જ ચોથા માળેથી નીચે પટકાયા હતા.
તેમને શરીર અને માથામા ભાગે મોટી ઇજા થતા તેમનું મોત નિપજ્યુ હતું. લીફ્ટ ન હોવા છતા દરવાજો ખુલી જતા આ દર્ઘટના બની હતી. પોલીસે આકસ્મીક મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
|