રિલાયન્સ જીઓ દ્વારા સસ્તા 4G હેન્ડસેટ ઓફરથી કંપનીને વધુ 10 કરોડ ગ્રાહક હાંસલ કરવામાં મદદ મળશે અને તેમની આવકમાં બજારહિસ્સો 2018 સુધીમાં 10 ટકા હોઈ શકે છે. આ માહિતી એક અહેવાલ તરફથી મળી છે. તેની સાથે જીયોના આ ફોનથી ઉદ્યોગ જગતના આવકમાં આવી રહેલા ધટાડાને પલટવામાં મદદ મળી શકે છે. રેટિંન એજેન્સી ફિચે પોતાની એક રીપોર્ટમાં આ અનુમાન લગાવ્યો છે. તેના મુજબ, રિલાયન્સ જીયોએ સપ્ટેમ્બરથી સસ્તા 4G મોબાઇલ પેશ કરવાની જાહેરાત કરી છે. તેનાથી ઇન્ટરનેટનો ઉપયોગ વધશે અને ટેલિકોમ કંપનીઓની આવકમાં તાજેતરના થયેલા ઘટાડામાં ઉલટાવામાં મદદ મળી શકે છે.
આ રિપોર્ટ અનુસાર જો 10 કરોડ ગ્રાહક પણ આ ફોનને અનુસરે છે તો ઉદ્યોગના વાર્ષિક ટર્નઓવરમાં 3-4 ટકા અથવા લગભગ 95 કરોડ ડોલર જોડાશે. ઉલ્લેખનીય છે કે RIL ના ચેરમેન મુકેશ અંબાનીએ છેલ્લા અઠવાડિયાના અંતમાં શેયરધરાકોને જણાવ્યું હતુ કે કંપની એક સસ્તો 4G હેન્ડસેટ પેશ કરશે જેની કિમત શુન્ય રૂપિયા રહેશે.
ગ્રાહકોને 4G કનેક્શન સાથે આ ફોન ખરીદવા માટે 1500 રૂપિયાની ડીપોઝીટ કરાવાના રહશે. ફિચનુ કહેવુ છે કે આ હેન્ડસેટ પ્રથમ વખત 4G વાપરનારને આકર્ષિત કરશે અને જીયોને મહેસૂલ બજારમાં હિસ્સો હાસિલ કરવામાં મદદ કરશે. આની અનુસાર આ ફોન ગ્રામીણ વિસ્તારમાં 2G હેંડસેટની જગ્યા લઇ શકે છે.
|