|
નર્મદા ડેમની ઉંચાઈ વધારવામાં શું શું અડચણો આવી તે જાણવું પણ રસપ્રદ છે. 1960ના વર્ષમાં નર્મદા ડેમનો પાયો નાખ્યા બાદ 2006માં નર્મદા ડેમની ઉંચાઈ 121.92 મીટર સુધી લઈ જવામાં આવી હતી. જોકે આ ડેમની ઉંચાઈ અને નિર્માણ માટે યુપીએ સરકારે કેટલીય અડચણો ઉભી કરી. કેદ્રની યુપીએ સરકારે ગુજરાતને આ બહુઉદેશીય યોજનામાં રેડ પાડીને કામ અટકાવી દીધું હતું. પરંતુ 2014માં ભાજપ સરકાર બન્યા પછી તરતજ મોદીએ ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. સાથે જ ડેમની ઉંચાઈ 138.68 મીટરસુધી લઇ જવાનું નક્કી કર્યુ અને કાર્યને વેગ આપ્યો. આખરે કેવી રીતે આરોહ અવરોહ વચ્ચે નર્મદા ડેમની ઉંચાઈ વધી આવો જોઈએ.
નર્મદા પ્રોજેક્ટનો શિલાયાન્સ પંડિત જવાહરલાલ નહેરુએ એપ્રિલ 1962માં કર્યો હતો. ત્યાર બાદ એન્જિનિયર ખોસલા દ્વારા થયેલા અભ્યાસ મુજબ નર્મદા નદીના સંપૂર્ણ પાણીનો અનેક જગ્યાએ વીજ ઉત્પાદનમાં ઉપયોગ કરવા તેમજ મહત્તમ સિંચાઈ કરી લોકકલ્યાણ માટે જે શ્રેણીબદ્ધ યોજનાઓ રજૂ થઈ તેના આધારે નર્મદા ડૅમની ઉંચાઈ 137 મીટરની નક્કી કરવામાં આવી. નર્મદાના પ્રવાહ ઉપર વિશાળકાય ડેમ બાંધી 1450 મેગાવોટ વિજળીનું ઉત્પાદન અને ગુજરાતની જમીન ઉપર 9 મીલીયન એકર ફુટ પાણી દ્વારા 18 લાખ હૅકટર જમીન ઉપર સિંચાઈ કરવાનો પ્રોજેકટ બન્યો. કમનસીબે એન્જિનીયર ખોસલા કમિટીએ સૂચવેલી યોજનાઓ બાબત ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે મતભેદ ઉભાં થયાં.
વર્ષો સુધી આંદોલન અને કોર્ટ કેસો દ્વારા આ કામગીરીમાં અનેક અડચણો ઉભી થઈ. અંતે 1998માં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપવાની શરૂઆત કરી અને 2007ના ડિસેમ્બરના અંતમાં 121.39 મીટર સુધી ડેમ નિર્માણ થઈ શક્યો. વર્ષ 2002માં નર્મદાનું પાણી પ્રથમ વાર કેનાલ મારફતે સૌરાષ્ટ્રની બ્રાંચ કેનાલમાં વહાવવામાં આવ્યુ. ત્યારબાદ વર્ષ 2002માં ડેમની ઉંચાઇ 95 મીટરે પહોંચી અને બાદમાં વર્ષ 2002માં વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ નર્મદા વિવાદનો અંત લાવવા સુપ્રીમ કોર્ટે રાજયોને આદેશ આપ્યો. વર્ષ 2003માં ડેમની ઉંચાઇ 100 મીટરે પહોંચી. તો વર્ષ 2004માં બંધના પાવર જનરેશન ની શરૂઆત કરવામાં આવી.
ધીરે ધીરે વર્ષ 2006 ડેમની ઉંચાઇ 121 મીટરની વધારવાની માંગ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેદ્ર મોદી અમદાવાદમાં 51 કલાકના ઉપવાસ પર બેઠા. અંતે વર્ષ 2006 માં ડેમની ઉંચાઇ 121.92 મીટરે પહોંચી. વર્ષ 2014ના રોજ 12 જુને નર્મદા કંટ્રોલ ઓથોરીટી એ ડેમને 138.68 મીટરની છેલ્લી ઉંચાઇ સુધી લઇ જવા માટે અને દરવાજા ખુલા રાખવાની શરતે દરવાજા મુકવાની મંજુરી મળી. અને નર્મદા ડેમ પર 30 જેટલા દરવાજા મુકવાનું કામકાજ શરૂ થયું.
કેન્દ્ર સરકારે અગાઉ પર્યાવરણની મંજૂરી આપી હતી તેમાં ફેરફાર કરી પુનર્વસનની કામગીરીમાં પાડોશી રાજ્યોએ ધીમી ગતિએ આ મંજૂરી મેળવવામાં ખાસ્સો વિલંબ કરાવ્યો. ગુજરાતના સદબનસીબે 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેદ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા પછી ગણતરીના દિવસોમાં નર્મદા કન્ટ્રોલ ઓર્થોરીટીને નર્મદા બંધના અંતિમ ચરણ સુધી લઇ જવા મંજૂરી આપી તેનાથી ગુજરાત, મહારાષ્ટ્ર્?, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અનેકધવિધ લાભો થશે.
- નર્મદા ડેમની ઉંચાઈમાં અડચણ
- જવાહરલાલ નહેરુએ એપ્રિલ 1962માં શિલાન્યાસ કર્યો
- ખોસલા કમિટી દ્વારા અભ્યાસ
- નર્મદા ડેમની ઉંચાઈ 137 મીટરની નક્કી થઈ
- ડેમ બાંધી 1450 મેગાવોટ વિજળીનું ઉત્પાદન
- જમીન ઉપર 9 મીલીયન એકર ફુટ પાણી
- 18 લાખ હૅકટર જમીન ઉપર સિંચાઈ કરવાનો પ્રોજેક્ટ
- ખોસલા કમિટીના સૂચનથી વિવાદ
- 2002માં સૌરાષ્ટ્રની બ્રાંચ કેનાલમાં પાણી પહોંચ્યુ
- સુપ્રીમ કોર્ટે રાજયોને આદેશ આપ્યો
- વર્ષ 2003માં ડેમની ઉંચાઇ 100 મીટરે પહોંચી
- વર્ષ 2004માં બંધના પાવર જનરેશનની શરૂઆત
- વર્ષ 2006 ડેમની ઉંચાઇ 121 મીટર થઈ
- નરેદ્ર મોદી અમદાવાદમાં 51 કલાકના ઉપવાસ પર બેઠા
- વર્ષ 2006માં ડેમની ઉંચાઇ 121.92 મીટરે પહોંચી
- વર્ષ 2014માં ડેમની ઉંચાઈ 138.68 મીટર સુધી પહોંચી
- નર્મદા ડેમ પર 30 જેટલા દરવાજા મુકવાનું કામકાજ શરૂ
- નર્મદા પ્રોજેક્ટના 55 વર્ષ પૂર્ણ
- પ્રોજેક્ટનો 56માં વર્ષમાં પ્રવેશ
- પૂરજોશમાં ચાલી રહી છે પ્રોજેક્ટની કામગીરી
- માર્ચ 2017 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવી શક્યતા
- નર્મદા ગુજરાતની જીવાદોરી છે
- નર્મદાના નામે ગુજરાતમાં રાજકારણ રમાય છે
- ભાજપ નર્મદાનો શ્રેય લેવા રાજનીતી કરે છે
- નર્મદા ડેમની શરૂઆત કોંગ્રેસ શાસનમાં થઇ હતી
- રાજ્યના દરેકે મુખ્યમંત્રીએ નર્મદાના નામે શ્રેય લેવાનો પ્રયત્ન કર્યો છે
- ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસે નર્મદા યોજનામાં રોડા નાંખ્યા છે
- કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપે નર્મદાના કામો પૂરાં નથી કર્યા
- મેઘા પાટકર નર્મદાનો વિરોધ પુનઃવર્સનના નામે કરી રહ્યાં છે
- કોંગ્રેસ સરકારે 7 વર્ષ સુધી નર્મદા ડેમ પર દરવાજા નાંખવાની પરવાનગી આપી ન હતી
- નરેદ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રને પાણી આપવા માટે સૌની યોજનાનો આરંભ કર્યો હતો
- સૌની યોજના માટે રાજ્ય સરકારે હાલ સુધી રૂ. 4,221 કરોડનો ખર્ચ કર્યો છે
- અત્યાર સુધી નર્મદા યોજના કેનાલ નેટવર્કનું 37 ટકા કામ બાકી છે
- રાજ્ય સરકારે 3 વર્ષમાં રૂ. 8,073 કરોડનો ખર્ચ નર્મદા યોજના પાછળ કર્યો છે
- નર્મદાની કામગીરી માટે ગુજરાત સરકારે કેદ્ર સરકાર સમક્ષ રૂ. 5,784 કરોડની માંગણી કરી
- કેદ્ર સરકારે ગુજરાતને ફાળવ્યા માત્ર રૂ. 2,572 કરોડ
- નર્મદા યોજનામાં સૌથી વધુ 22,577 કિલો મીટર સબ-કેનાલનું કામ બાકી છે
- બ્રાન્ચ કેનાલનું 190 કિલો મીટરનું કામ બાકી છે
- વિશાખા નહેરનું 466 કિલો મીટરનું કામ બાકી છે
- માઇનોર કેનાલનું 3,420 કિલો મીટરનું કામ બાકી છે
રાજ્ય સરકારની કેદ્ર સરકાર સામે માંગણી અને કેદ્ર સરકારે આપેલ નાણાંની વિગત
વર્ષ રાજ્ય સરકારની માંગણી (રૂ. કરોડમાં) કેન્દ્ર સરકારે આપેલ (રૂ. કરોડ)
2014-15 1,471.74 1,033.94
2015-16 1,944.86 482.72
2016-17 2,368.15 1,055.53
કુલ 5,784.47 2,572.19
|