છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ગણેશ ઉત્સવ આજે અંતિમ તબક્કામાં છે.આજે ઠેર ઠેર ગણપતિની મૂર્તિના વિસર્જનના કાર્યક્રમનો થઇ રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે પણ ગણપતિની મૂર્તિ વિસર્જનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.
શાસ્ત્રી મેદાન પર તમામ પંડાલોના ગણપતિ એકત્રિત થશે.શહેરમાં એકસાથે ગણપતિના પ્રતિમાની શોભાત્રા નીકળશે. વિસર્જનને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે ફાયર વિભાગની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.